મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ પાવર બ્લોક, જાણો લોકલ ટ્રેન પર શું થશે અસર
મુંબઈ: મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓને વધુ ઝડપી અને સારી સેવા પૂરી પાડવા માટે રેલવે કોરિડોરમાં અનેક મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવ્યા છે. મુંબઈ ડિવિઝનના મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ બ્લોક લેવામાં આવવાનો છે. આ બ્લોક શનિવાર છ એપ્રિલથી 12 એપ્રિલ ગુરુવાર સુધી લેવામાં આવવાનો છે. આ સાત દિવસના પાવર બ્લોકમાં મધ્ય રાતે વિક્રોલી આરઓબી ગર્ડર લોન્ચ કરવા માટે મધ્ય રેલવેના ઘાટકોપર-ભાંડુપ દરમિયાન ટ્રેનો બંધ રાખવામાં આવવાની છે.
મધ્ય રેલવેના અપ અને ડાઉન માર્ગમાં સ્લો લાઇનમાં વિશેષ પાવર બ્લોક લેવામાં આવ્યો છે. આ દરમિયાન ઘાટકોપર અને ભાંડુપ સ્ટેશન દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ માર્ગમાં વિક્રોલી ખાતે આરઓબી ગર્ડર લોન્ચ માટે પાંચમી અને છઠ્ઠી લાઇનમાં બ્લોક લેવામાં આવ્યો છે. પાવર બ્લોક છ અને સાત એપ્રિલના રાતે 1.20 વાગ્યાથી સવારે 4.05 વાગ્યા સુધી લેવામાં આવવાનો છે. પાવર બ્લોકના સમય દરમિયાન અપ અને ડાઉન સ્લો/ફાસ્ટ અને કાંજુરમાર્ગ ઘાટકોપરની પાંચમી અને છઠ્ઠી લાઇનમાં લોકલ સાથે સીએસએમટીથી રવાના થતી અનેક મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોની સેવાને બંધ રાખવામાં આવવાની છે.
છ અને સાત એપ્રિલે પાવર બ્લોકની અસર લોકલ ટ્રેનને પણ થઈ છે. આ દરમિયાન સીએસએમટીથી કુર્લા ટ્રેન મોડી ઉપડશે અને સવારે કુર્લાથી થાણે જતી પહેલી લોકલ સવારે ચાર વાગ્યે ઉપડશે.
આપણ વાંચો: Passengers Attention Please: મધ્ય રેલવેના આ મહત્ત્વના સ્ટેશન પર થવા જઈ રહ્યો છે મહત્ત્વનો ફેરફાર…
આજે સાત અને આઠ એપ્રિલે પણ રાતે 1.20 વાગ્યાથી સવારે 4.30 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે જેમાં કાંજુરમાર્ગ અને ઘાટકોપર સાથે અપ-ડાઉન માર્ગની ટ્રેનોને બંધ રાખવામાં આવશે અને સીએસએમટીથી અમુક ટ્રેનો મોડી ઉપડવાની સાથે સવારે 4.16 અને 4.40 વાગ્યાની થાણે-સીએસએમટી લોકલ રદ રહેશે. તેમ જ આ બ્લોકને કારણે મુલુંડ અને માટુંગા દરમિયાન ટ્રેનોને ફાસ્ટ માર્ગ પર દોડાવવામાં આવશે અને આ ફાસ્ટ ટ્રેનોને ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે, એવી માહિતી રેલવેએ જાહેર કરી છે.
આઠ અને નવ એપ્રિલે પણ મધ્ય રેલવેમાં રાતે 1.20 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી પાવર બ્લોકને લીધે માર્ગની ટ્રેનો રદ રહેવાની સાથે કાંજુરમાર્ગ અને ઘાટકોપરની પાંચમી અને છઠ્ઠી લાઇનમાં ટ્રેન સેવા બંધ રાખવામાં આવશે. આ દરમિયાન દરેક મેલ એક્સ્પ્રેસ ટ્રેનોને થાણે અને વિદ્યાવિહાર દરમિયાન છઠ્ઠી લાઇનમાં ડાઇવર્ટ કરવામાં આવશે. નવ અને દસ અપ્રિલે પણ રાતે 1.20 વાગ્યાથી સવારે 4.30 વાગ્યા સુધી બ્લોક રહેતા માર્ગની ટ્રેનો રદ રહેવાની સાથે કાંજુરમાર્ગ અને ઘાટકોપરની પાંચમી અને છઠ્ઠી લાઇનમાં ટ્રેન સેવા બંધ રાખવામાં આવશે. આ દરમિયાન દરેક મેલ એક્સ્પ્રેસ ટ્રેનોને થાણે અને વિદ્યાવિહાર દરમિયાન છઠ્ઠી લાઇનમાં ડાઇવર્ટ કરવામાં આવશે.
દસ અને અગિયાર એપ્રિલે રાતે 1.20 વાગ્યાથી સવારે 4.30 વાગ્યા સુધી બ્લોકને કારણે માર્ગની ટ્રેનો રદ રહેવાની સાથે સીએસએમટી અને થાણેથી ઊપડતી ટ્રેનો મોડી રવાના થશે અને થાણેથી રવાના થતી બે ટ્રેન રદ રહેશે અને ટ્રેનોને મુલુંડ અને માટુંગા દરમિયાન ટ્રેનોને ફાસ્ટ માર્ગ પર દોડાવવામાં આવશે અને આ ફાસ્ટ ટ્રેનોને ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન સ્ટેશન પર ઊભી રાખવામાં આવવાની છે.
ત્યારબાદ છેલ્લે અગિયાર અને 12 એપ્રિલે પણ રાતે 1.20થી 4.30 સુધી અપ-ડાઉન માર્ગની ટ્રેન સેવા બંધ રહેશે, જેમાં મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોને થાણેથી વિદ્યાવિહાર દરમિયાન છઠ્ઠા માર્ગ પર વાળવામાં આવશે.