નેશનલ

નવજાત શિશુઓ વેચનારાઓ પર CBIની કાર્યવાહી: રડાર પર ઘણી મોટી હોસ્પિટલો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ટીમને બાળકોની તસ્કરી અંગે સ્ફોટક માહિતી મળી હતી. આ માહિતીના આધારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ જગ્યાઓમાંથી એક કેશવપુરમ વિસ્તારના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘરમાંથી સીબીઆઈની ટીમે એક મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી છે. ઘરમાંથી ત્રણ નવજાત બાળકોને પણ બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:
Delhi child trafficking: CBI એ દિલ્હીમાં દરોડા પાડી આઠ બાળકોને છોડાવ્યા, મહિલાની ધરપકડ

સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા એક મહિનામાં અહીંથી લગભગ 10 બાળકોને વેચવામાં આવ્યા છે. બાળકોને અલગ-અલગ ઘરે લાવીને વેચવામાં આવતા હતા. બાળકોને મેડિકલ સેન્ટર કે હૉસ્પિટલમાંથી લાવવામાં આવતા હતા કે પછી ચોરીને લાવવામાં આવતા હતા તેની તપાસ ચાલુ છે. આ મામલે કેટલીક મોટી હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરની તપાસ ચાલુ છે અને આસિસ્ટંટ લેબર કમિશનરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીઓ બાળકોના રિઅલ માબાપ ઉપરાંત સરોગેટ મધર પાસેથી પણ બાળકો ખરીદતા હતા. એક બાળકની કિંમત 4થી 6 લાખ રૂપિયા હતી. આરોપી બાળકોને દત્તક લેવા માટે નકલી દસ્તાવેજો પણ બનાવતા હતા અને નિસંતાન દંપતીઓને પણ છેતરતા હતા.


આ પણ વાંચો:
Illegal Mining Case: આજે CBI લખનઉમાં અખિલેશ યાદવની પૂછપરછ કરી શકે છે, જાણો શું છે મામલો

ધરપકડ કરવામાં આવેલા લોકોમાં હૉસ્પિટલના વોર્ડ બોય અને આયાઓનો સમાવેશ થાય છે. એવી ગુપ્ત માહિતી પણ સામે આવી છે કે CBIના આસિસ્ટન્ટ લેબર કમિશનર પણ બાળ તસ્કરી કેસમાં સંડોવાયેલા છે અને તેઓ આ સિન્ડિકેટનો ભાગ હોઈ શકે છે. બાળકોની તસ્કરીના તાર ઘણા રાજ્યમાં ફેલાયા છે અને ઘણી મોટી હૉસ્પિટલો CBIની રડાર પર આવી છે.


અત્યાર સુધીમાં CBIએ NCR અને દિલ્હીમાં બાળ તસ્કરીના કેસમાં 7-8 બાળકોને બચાવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત