નેશનલ
ઝારખંડમાં સેલના સ્ટીલ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 15 કર્મચારીને હોસ્પિટલ ખસેડાયા

બોકારોઃ ઝારખંડના બોકરો જીલ્લામાં આવેલી સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈએલ)ની ફેક્ટરીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલાક કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે 15 કર્મચારીઓને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં મૂકવામાં આવ્યા છે. હાલ તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ સુધી કોઈ જાનહાની થવા પામી નથી. બોકારો પ્લાન્ટમાં મિક્ષ ગેસ પાઈપલાઈનના મેન્ટેનન્સનું કાર્ય ચાલી રહ્યું હતું, દરમિયાન આ ઘટના બનવા પામી હતી. આગ ખૂબ જ વિકરાળ હતી અને તેની જાણ થતા તુરંત ઉચ્ચ કર્મચારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે કોઈક ગેસ પાઈપલાઈનમાંથી લીકેજ થયું હતું અને હવે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે.
પી.ટી.આઈ