એવિયેશન ક્ષેત્રે આવ્યા મહત્ત્વના સમાચાર, ડોમેસ્ટિક ટ્રાફિકમાં આટલા ટકાનો વધારો
નવી દિલ્હીઃ કોરોના મહામારી પછી તબક્કાવાર દેશના ડોમેસ્ટિક જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ઈન્ડસ્ટ્રીમાં રિકવરીનો ટોન જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષના ઓગસ્ટ મહિના દરમિયાન દેશના ડોમેસ્ટિક એર ટ્રાફિક 23 ટકા વધીને 1.24 કરોડ પ્રવાસીએ અરવજવર કરી હતી, જ્યારે 2019 કોરોના મહામારીના વર્ષ પૂર્વેની તુલનામાં પણ છ ટકા વધારો થયો છે.
ઓગસ્ટ મહિનાની તુલનામાં જુલાઈ મહિના દરમિયાન ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં પણ વધારો થયો હતો. અગાઉના મહિના દરમિયાન 1.21 કરોડ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં અવરજવર કરી હતી. વર્ષ 2022 ઓગસ્ટ મહિનાની તુલનામાં પણ ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં 10 ટકાનો વધારો થયો છે, એમ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું.
આ વર્ષ દરમિયાન પણ ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં ઝડપથી સુધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જ્યારે એનું વલણ આગામી વર્ષે પણ જોવા મળી શકે છે, એમ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું.
હાલના તબક્કે ઈન્ડસ્ટ્રીમાં રિકવરી મળી છે, પરંતુ એટીએફ (એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ) તથા વિદેશી નાણાકીય ચલણમાં જોવા મળતી અસ્થિરતાને ઈન્ડસ્ટ્રી પર અસર પડે છે. આમ છતાં અસ્થિર માહોલ વચ્ચે પણ ઈન્ડસ્ટ્રીમાં પ્રવાસીઓને પણ ફાયદો મળે તો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં સુધારો થઈ શકે છે, એવું નિષ્ણાતે જણાવ્યું હતું.