આપણું ગુજરાત

પાટણમાં C.R. Patilની કાર્યકર્તાઓને ટકોર, ‘રોદણાં સાંભળવા માટે મારી પાસે સમય નથી’

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, ત્યારે ભાજપ આંતરિક વિખવાદ અને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ફરી એક વખત કાર્યકર્તાઓને ગમા-અણગમા, દુઃખ ભૂલીને કામે લાગી જવાની ટકોર કરી છે. પાટણમાં આયોજિત કાર્યકર્તાઓના સંમેલનમાં પાટીલે પાર્ટીના કાર્યકરોને મોદી સાહેબને જિતાડવા માટે પ્રચાર અભિયાન શરૂ કરવાનું આહવાન કર્યું હતું.

પાટણમાં આયોજિત ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં પાટીલે કહ્યું હતું કે આપણે મોદી સાહેબને જિતાડવાના છે. વિધાનસભા ચૂંટણીનું સામાન્ય મતથી 26 બેઠક હાર્યા હોવાનો ઉલ્લેખ કરી કાર્યકર્તાઓને આગામી ચૂંટણીને લઈ એલર્ટ રહેવા જણાવ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે. 543 સીટ પર નરેન્દ્ર મોદી લડી રહ્યા છે, તેમને મત આપવાનો છે. તમે ગણા-અણગમા, દુઃખ અને મનદુઃખ ભૂલી જજો.

સીઆર પાટીલે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતી સમયે વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરી એલર્ટ કર્યા હતા. કાર્યકર્તાઓને કહ્યું હતું કે, આપણે 156 સીટ જીત્યા પણ 26 હારી ગયા. 3 લાખ 5 હજાર મત માટે 26 સીટ ગુમાવતા હોઈએ ત્યારે આપણે બધાએ ચોંકન્ના થવાની જરુર છે. સાથે કહ્યું હતું કે, જિગ્નેશ મેવાણીની બેઠક પર થોડી વધુ તાકાત લગાવી હોત તો તે પણ ઘરભેગા થઈ ગયા હોત.

પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્ય હારીને મળવા આવે પછી ફરિયાદ કરે છે કે, આને કામ ન કર્યું. હું સ્પષ્ટ શબ્દમાં કહું છું કે, રોદણાં સાંભળવાનો મારી પાસે સમય નથી. હું સંકલ્પબદ્ધ છું અને ભાજપના કાર્યકર્તાઓને સંકલ્પબધ્ધ કર્યા છે કે, મારો જન્મ જીતવા માટે થવો જોઈએ. એવા સંકલ્પ સાથે ભાજપનો કાર્યકર્તા કામ કરતો હોય ત્યારે પોતાની ભૂલ બીજા પર નાખવા જાય એ ક્યારેય આપણે ચલાવી લઈએ નહીં. તેમણે વધુમાં હતું કે, બીજાના વિશ્વાસમાં ન રહેતા, તમારી જવાબદારી પૂરેપૂરી તાકાતથી નિભાવજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button