વેપાર અને વાણિજ્ય

ટીન-નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ આગેકૂચ, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સ્ટોકિસ્ટોની લે-વેચ અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮ અને રૂ. ૨૨ની આગેકૂચ જોવા મળી હતી. આ સિવાય ઝિન્ક સ્લેબ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ચાર અને રૂ. ત્રણનો સુધારો આવ્યો હતો. આ સિવાય આજે બ્રાસ તથા કોપરની અમુક વેરાઈટીઓમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. એકથી ત્રણ ઘટી આવ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં નિકલ, ટીન, ઝિન્ક સ્લેબ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૨ વધીને રૂ. ૧૫૦૦, રૂ. ૧૮ વધીને રૂ. ૨૬૩૩, રૂ. ચાર વધીને રૂ. ૨૩૪ અને રૂ. ત્રણ વધીને રૂ. ૨૨૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે અમુક ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વધ્યા મથાળેથી છૂટીછવાઈ વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૫૦૫ અને રૂ. ૮૩૨, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૦૩ અને રૂ. ૫૩૮ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૭૫૬ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપરની અન્ય વેરાઈટીઓ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…