વેપાર

ફાઈનાન્શિયલ સર્વિસીસ અને રિયલ્ટી શેરોમાં સારી લેવાલી: માર્કેટ કેપ ₹ ૩૯૯.૩૫ લાખ કરોડ

મુંબઇ: નિરસ માહોલ વચ્ચે શેરબજારના સેક્ટરલ ઈન્ડાયસીસમાં ફાઈનાન્શિયલ સર્વિસીસ અને રિયલ્ટી શેરોમાં સારી લેવાલી અન્ે આગેકૂચ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ શુક્રવારે ગઈ કાલના ૭૪,૨૨૭.૬૩ના બંધથી ૨૦.૫૯ પોઈન્ટ્સ (૦.૦૩ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૪,૨૮૭.૦૨ ખૂલી, ઉપરમાં ૭૪,૩૬૧.૧૧ સુધી, નીચામાં ૭૩,૯૪૬.૯૨ સુધી જઈ અંતે ૭૪,૨૪૮.૨૨ પર બંધ રહ્યો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ.૩૯૯.૩૫ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૦ (૦.૧૦ પોઈન્ટ્સ) ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૧૦ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૫૦ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૫૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૨૧ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૨૬ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૧૫ ટકા વધ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button