વેપાર

સોનામાં ₹ ૨૦નો અને ચાંદીમાં ₹ ૨૪૧નો ઘસરકો

મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૩૦૪ ડૉલરની વિક્રમ સપાટી આસપાસ થવા કોન્સોલિડેટ થઈ રહ્યાના અહેવાલ હતા. તેમ જ સ્થાનિક સ્તરે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રિપો રેટ યથાવત્ રાખતા ડૉલર સામે રૂપિયો આઠ પૈસા મજબૂત થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦ને અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૪૧નો ઘસરકો જોવા મળ્યો હતો.

આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૪૧ના ઘટાડા સાથે રૂ. ૭૯,૦૯૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજારનાં મક્કમ વલણ છતાં સ્થાનિકમાં રૂપિયો મજબૂત થવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો અને ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૯,૬૦૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૯,૮૮૨ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે મોડી સાંજે અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સત્ર દરમિયાન એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૩૦૪.૦૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ૨૩૦૦.૪૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૦૮.૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૭.૨૨ ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તાજેતરમાં ફેડરલ રિઝર્વ વ્યાજ કપાત માટે સજ્જ હોવાનું જણાવતાં સોનામાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ બાર્ટ મૅલૅકે જણાવતાં ઉમેર્યું હતું કે ફુગાવો બે ટકાના લક્ષ્યાંકની ઉપર રહે તો પણ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેમ જણાય છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ ફુગાવા તથા બરોજગારીનાં ડેટા પર બારીકાઈથી નજર રાખશે. જોકે, હાલમાં બજાર વર્તુળો જૂન મહિનાથી ફેડરલ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા મૂકી
રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker