વીક એન્ડ

ફિગુરેસ – ડાલીના રંગ્ો રંગાયેલું ગામ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

ખ્યાતનામ કલાકાર સાલ્વાડોર ડાલીની મોટાભાગની કૃતિઓ ક્યારેક સપનામાં આવેલા માથા-પગ વિનાના વિષયો, ચીજો અન્ો સ્થળો જેવી લાગ્ો છે. ત્ો કૃતિઓ અન્ો ત્ોન્ો પ્રેરણા આપતાં સ્થળો સાથે જોવા મળે તો ત્ોનાથી વધુ મજાનું શું હોઈ શકે. એમ્પુરિયા બ્રાવામાં બોટ રાઇડ અન્ો બીચની મજા લઈન્ો જ્યારે થોડો સાંસ્કૃતિક અનુભવોવાળો સમય વિતાવવાની વાત આવી ત્યારે લિસ્ટ પર પહેલું ડાલી મ્યુઝિયમ આવ્યું. ડાલી આ જ જીરોના રિજનમાં જન્મ્યો હતો. ત્ોનું મોટાભાગનું જીવન પણ અહીં જ વીત્ોલું. આમ પણ અહીંનાં દરેક ગામનો ત્ોના સ્ોલિબ્રિટી કલાકાર સાથે કોઈ ન્ો કોઈ સંબંધ જરૂર હતો. ડાલીની ખરી કર્મભૂમિ કહી શકાય ત્ો ગામનું નામ છે ફિગુરેસ. ફિગુરેસ આમ તો નાનકડું કાટાલોનિયન ગામ છે, પણ હાલમાં ત્ોની ઓળખન્ો સંપ્ાૂર્ણ રીત્ો ડાલીની પર્સનાલિટી જાણે ગળી ગઈ છે. ગામમાં પ્રવેશતાની સાથે જ દરેક સાઇન અન્ો દરેક ટૂરિસ્ટ કાર ડાલી મ્યુઝિયમ તરફ જઈ રહી હતી.

વળી ગામમાં ડાલી મ્યુઝિયમની ગલીનો એકવાર ટર્ન લઈ લો પછી ત્ોન્ો ચૂકી શકાય ત્ોની કોઈ શક્યતા નથી. આ ઇમારતની ટોચ પર લાગ્ોલાં એગ્સ જોઈન્ો ડાલીના કામથી જરા પણ પરિચિત માણસ ત્ોનું મહત્ત્વ નક્કી સમજી જાય. ડાલીનાં એબ્સ્ટ્રેક્ટ ચિત્રો અન્ો શિલ્પોમાં અવારનવાર ઇંડું કોઇ ન્ો કોઈ સ્વરૂપમાં દેખાઈ જાય છે. ત્ો મારફત્ો પ્રતીકાત્મક રીત્ો ડાલી હંમેશાં રિઝરક્શન કે રિબર્થની વાત કરતો. અન્ો ત્ોણે જાત્ો ડિઝાઇન કરેલી આ મ્યુઝિયમ અન્ો થિયેટરની ઇમારતની છત મોટાં ભવ્ય એગ્સથી જડેલી છે. ઇમારતની પાછળનું પાર્કિંગ ડાલીએ જાત્ો ડિઝાઇન કર્યું હોય ત્ોવું નહોતું લાગતું. આ ત્રણ માળની પાર્કિંગની ગ્રે ઇમારત એટલી સાંકડી હતી કે ત્યાં નોર્મલ સાઇઝની ગાડીન્ો પણ અંદર પ્રવેશવામાં કોઈ પણ તરફ ભટકાઈ જવાનો ભય રહે. કલાના વિરોધી શબ્દ જેવા આ પાર્કિંગ લોટથી નીકળીન્ો અમે મ્યુઝિયમમાં પહોંચ્યાં ત્યાં જાણે ક્રિયેટિવ એનર્જીથી આંખો અંજાઈ ગઈ.

ત્યાં સ્ોલ્ફ ગાઇડેડ ઓડિયો ગાઇડ છે જેમાં મ્યુઝિયમના દરેક વિભાગન્ો વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે. ડાલીના કિસ્સામાં આ ગાઇડેડ માહિતી વધુ પડતી કામ લાગી, કારણ કે મોટા ભાગનું ત્ોનું સર્જન એ પ્રકારનાં પ્રતીકો અન્ો ગ્ોબી વિષયોથી ભરેલું છે કે ત્યાં મોટાભાગની કલાકૃતિઓ માથા પરથી જતી રહે. જેમ કે મુખ્ય કોરિડોરની બરાબર વચ્ચે ચોકમાં ઓપન એર વિસ્તારમાં એક ભવ્ય કેડિલેક ગોઠવવામાં આવી હતી. ત્ો ડાલીનું જ સર્જન છે. વીસમી સદીમાં કારનું કંઇક અલગ જ મહત્ત્વ હતું. ડાલીના સર્જનમાં કાર પણ ચિત્ર-વિચિત્ર રીત્ો દેખાયા કરે છે.

ફિગુરેસમાં સાન્ટ ફેરાન કિલ્લો છે. એક ટોય મ્યુઝિયમ અન્ો એક ટેકનોલોજી મ્યુઝિયમ પણ છે. જોકે ત્યાં કોણ જતું હશે ત્ો પ્રશ્ર્ન જરૂર થાય. જોકે માત્ર ફિગુરેસમાં જ બ્ો-ત્રણ દિવસ રહેવાનાં હોય ત્ોમના માટે ત્યાં કરવા માટે ઘણી પ્રવૃત્તિઓ છે જ. પણ સાંભળવામાં આવ્યું છે કે ત્યાં વધુ દિવસો રહેનારાં પણ દરરોજ એક વાર તો ડાલી મ્યુઝિયમ આવે જ છે, કારણ કે ત્યાં મલ્ટી એન્ટ્રી પાસ અન્ો આખા વર્ષનો પાસ પણ ઉપલબ્ધ છે. જોકે ત્ોનું કારણ ત્યાંનું થિયેટર પણ હોઈ શકે. આ રિજનમાં દુનિયાભરથી કલાકારો આર્ટિસ્ટિક રેસિડન્સી માટે આવ્યા કરે છે. ત્ોમના માટે તો આ મ્યુઝિયમ કોઈ પ્રેરણાની ખાણથી કમ ન હોઈ શકે.

અમે એક પછી એક વિભાગમાં ડાલીનું કલ્પનાજગત, ત્ોના અલગ અલગ જીવનકાળ, વિશ્ર્વ યુદ્ધો દરમ્યાનના સમયગાળાનો ત્ોની કલા પર પ્રભાવ, ત્ોના નાટકીય નિર્ણયો, બધું જાણે આ મ્યુઝિયમમાં જ સમાવી લેવામાં આવ્યું છે. પોતાના જીવનકાળ દરમ્યાન જ ત્ોણે જાત્ો ડિઝાઇન કરેલું આ મ્યુઝિયમ ઇમારતના સ્વરૂપમાં ત્ોની આત્મકથા જેવું છે. ડાલીએ ખુદ ૧૯૭૪માં ત્ોનું ઉદ્ઘાટન કર્યું હતું અન્ો છેલ્લે ૧૯૮૯માં પોતાના અંતિમ વર્ષ સુધી ત્ોના પર કામ કર્યું હતું. લોકોએ પાછળથી બનાવેલાં મ્યુઝિયમો તો દુનિયાના દરેક ખૂણે છે, પણ કોઈ કલાકારન્ો ત્ોના ગયા પછી ત્ોનું કામ લોકોએ કઈ રીત્ો જોવું અન્ો ત્ો આ રીત્ો લેગસી તરીકે જોશે, ત્ો આ સ્તરે પહેલાં ક્યાંય જોવા નથી મળ્યું. કદાચ ડાલીન્ો પણ એટલી સ્ોલ્ફ અવેરન્ોસ હશે જ કે ત્ોનું કામ એમનું એમ લોકો જરાય સમજી નહીં શકે. ખાસ તો એટલા માટે પણ કે ત્યાં એક આખો વિભાગ ડાલીએ બીજા ખ્યાતનામ કલાકારો પર કરેલાં વ્યંગ-કટાક્ષનો પણ છે જેમાં પિકાસોની કૃતિઓથી માંડીન્ો દા-વિન્ચીની મોનાલિસા પર બનાવેલાં ત્ોનાં સ્પ્ાૂફ ચિત્રો પણ છે.

પોપ કલ્ચરમાં ડાલીનો જબરો પ્રભાવ છે. આજે જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા પર રંગીન, જરા હટકે, ઓવર-ધ-ટોપ, એક્ઝાઝરેડેટ ટ્રેન્ડન્ો ‘કેમ્પી’નું ટેગ મળી જાય છે. ડાલી કદાચ એ પ્રકારના કેમ્પ ટ્રેન્ડનો મૂળ સોર્સ છે. ત્ોની કલ્પના અન્ો એબ્ઝર્ડ વિચારો એક્સપ્રેસ કરવાની કોઈ લિમિટ નથી. સરરિયાલિસ્ટ કલાકારોમાં ડાલીથી મોટું કદાચ કોઈ નથી. પારંપરિક કલાનાં બંધનો સામે બળવો કરવા માટે ડાલી ટેલિફોનથી માંડીન્ો બાથ-ટબ જેવી દરેક સાધારણ આઇટમન્ો પોતાની આઉટ-ઓફ-ધ વર્લ્ડ થીમમાં જગ્યા આપ્ો છે. આ આખુંય મ્યુઝિયમ જ એક સરરિયાલિઝમ આર્ટ પીસ માનવામાં આવે છે.

આ ગામમાં ડાલી ઘણી વાર રેસ્ટોરાંમાં પ્ૌસાન્ો બદલે બિલની પાછળ ચિત્ર બનાવીન્ો આપતો. આવી ધાક ભાગ્યે જ બીજા કોઈની હશે. ફિગુરેસમાં ઘણાં રેસ્ટોરાં પોત્ો ડાલીનાં મનપસંદ રહી ચૂક્યાં છે ત્ોવો દાવો કરે છે. અમે એક કાફેમાં રોકાયાં. ત્યાં પટાટા બ્રાવા અન્ો રોહો સોસ સાથે થોડી કોફી પીધી. અહીં જ્યાં પણ જાઓ ત્યાં ખાવાનું બધે જ ફિક્કું હતું. ડાલીનાં ચિત્રોના રંગો આ રિજનના ફૂડ સુધી પહોંચ્યા ન હતા. ત્ો દિવસ્ો હોટલ પાછાં પહોંચતાં પહેલાં અમારે ચિલી સોસની બોટલ ખરીદવી જ પડી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…