પ્રજામત

પ્રજામત

એક રાષ્ટ્ર, એક ચૂંટણી
નરેન્દ્ર મોદીની નિર્ણાયક સરકારે કાશ્મીરની કલમ ૩૭૦, અયોધ્યા રામ મંદિર, અને સી. એ. એ.ના પ્રશ્ર્નોના ઉકેલ હિંમતથી લાવી દીધેલ છે. જે અભિનંદનને પાત્ર ગણી શકાય. તાજેતરમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના પ્રશ્ર્ને દેશના પૂર્વરાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના અધ્યક્ષપદે બનેલી કમિટીએ પોતાના ૧૮૦૦૦ પાનાનો રિપોર્ટ દેશના રાષ્ટ્રપતિને તાજેતરમાં સોંપીને અભિનંદનીય કાર્ય કરેલ છે.
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની કમિટીએ દેશના હિસ્સેદારો અને નિષ્ણાતો સાથે ગહન ચર્ચાઓ કરેલ હતી. તેમ જ જર્મની, સ્વિડન, બેલ્જિયમ અને દક્ષિણ આફ્રિકા સહિતના સાત દેશોની ચૂંટણી પ્રક્રિયાનો પણ અભ્યાસ કરેલ હતો. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે વર્ષ ૧૯૮૩માં દેશોના ચૂંટણી પંચે, વર્ષ ૧૯૯૯માં દેશના કાયદા પંચે તેમ જ વર્ષ ૨૦૧૭માં દેશની નીતિ આયોગે ભલામણ કરેલ હતી તે અન્વયે દેશના નિર્ણાયક વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના અધ્યક્ષપદે એક કમિટી બનાવીને દેશના એક અતિ અગત્યના પ્રશ્ર્નનો પણ ઉકેલ લાવીને અભિનંદનીય કાર્ય કરેલ છે. આવી કાર્ય કરતી શ્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર ત્રીજી વાર ચૂંટાય તો તે નવાઈ ન જ ગણી શકાય.
એક રાષ્ટ્ર એક ચૂંટણીનો નિયમ વર્ષ ૨૦૨૯થી લાગુ કરવા વર્ષ ૨૦૨૬માં ૨૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરવી પડશે તેવું સમાચારમાં બહાર આવેલ છે. આમ દેશની લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા માટે વધુ ૩૦ લાખ ઈવીએમ મશીનની પણ જરૂર પડશે તેવું સમાચારમાં બહાર આવેલ છે. આ ભગીરથ ચૂંટણી માટે વિશાળ પાયે સુરક્ષા વ્યવસ્થા પણ જરૂરી બનશે. આશા રાખીએ કે દેશનો આ ભગીરથ પ્રશ્ર્ન વાસ્તવિકતામાં સફળ પરિણમે.

  • ત્રિવેણી રાઠોડ, અમદાવાદ

પ્રાણીઓ અકારણ કોઈને કનડતા નથી
જન્મથી જ ઘરની ગાયનું દૂધને ઘી ખાઈને મોટી થઈ છું. ગાય સાથે અમારો આત્મીયતાનો સંબંધ. ઘરે ગાય ન રાખી શક્યા ત્યારે પાડોશની ગાયને નવડાવીએ રોડ પરની ગાયને પ્લેટમાં મુકીને લાડુ ખવડાવું એક ગાય લાડુ ખાયને રોજ શીંગડા મારે મને નવાઈ લાગે. મેં ગાયવાળી બાઈને પૂછયું કે આ કેમ આમ કરે છે તે કહે તે એવી જ છે પછી એકવાર તે મને કહે તમે હાથથી ખવડાવો તે નહીં મારે મને ડર લાગતો હતો તેણે મને વિશ્ર્વાસ આપ્યો કે હું કહું છું ને તે કાંઈ નહીં કરે મેં હિંમત કરી ખવડાવ્યું તેણે લાડવો બરોબર મોઢામાં લઈ ખાધો ત્યાર પછી ક્યારેય તેણે માર્યું નથી હાલમાં ખુલ્લી જીપમાં સફારી સવારી કરી જંગલમાં પ્રાણીઓ જોયા બહુ જ નજીકથી ત્રણ વાઘને જોયા. ત્રણ ચાર ગાડીમાં ઘણા માણસો કેટલી વાર સુધી સાવ નજીક હતા તેઓ એક છલાંગ મારી તેઓનો શિકાર (માણસ) પકડી લઈ શકે પણ વાઘે તેમના ક્ષેત્રની મર્યાદા ન ઓળંગી માણસ કૂતરા બિલાડાને ખવડાવે ત્યારે ક્યારેક અનાયાસે તેની પર પગ પડી જાય ત્યારે તેઓ કનડતા કે કરડતા નથી તેઓ પણ સમજે છે પ્રાણી માત્રને પોતાનો ખોરાક ખબર છે સાથે તેમને પણ પોતાનો સમુદાય અને આત્મીયતાના સંબંધો માણસો સાથે પણ હોય છે.
ઢોરોનો ખોરાક પૌષ્ટિક ભાજીપાલો વેડફાય છે. માણક જે ભાજીપાલાનો ઉપયોગ કરી અને તેની છાલો જે ઘણી પૌષ્ટિક હોય છે તેને કચરામાં નાખી કચરાનો ઘણો વધારો કરે છે. જ્યારે તે ઢોરો માટેનો પૌષ્ટિક આહાર હોય છે સુકા ભીના કચરા સાથે આ ભાજીપાલાને જુદો રાખીને નજીકના તબેલામાં ઢોરોને ખવડાવવો જોઈએ તેમ જ સરકારે બિલ્ડિંગ સોસાયટીમાં ગાય રાખવાની છૂટ આપવી જોઈએ. ગાયનું દૂધ, છાણ, ગૌમૂત્ર ઘણી બધી રીતે ઉપયોગી છે અને ભાજીપાલો જે વેસ્ટ જાય છે તેનો સદઉપયોગ થઈ શકે ઢોરો અપૂરતા આહારને કારણે અકાળે વૃદ્ધ થઈ કતલખાનાએ જાય છે તેને પણ બચાવી લઈ શકાય.

  • પ્રો. બિંદુ મહેતા
  • કામાલેન (ઘાટકોપર
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…