નેશનલ

સંદેશખાલીની મહિલાઓ પર અત્યાચાર બાબતે મોદીની ટિપ્પણી પર મમતાએ ટીકા કરી

જલપાઈગુડી: સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને ભ્રષ્ટાચારને મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર જવાબ આપતાં પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આકરી ટીકા કરતાં ભારપુર્વક જણાવ્યું હતું કે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરનારા સામે ટીએમસી અને તેમની સરકાર દ્વારા આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

જલપાઈગુડીમાં રેલીને સંબોધિત કરતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે ટીએમસી પર ભ્રષ્ટાચારના આરોપો રાજકીય હેતુ પ્રેરિત છે. ભંડોળના વપરાશ પર નજર રાખવા માટે 300થી વધુ કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી હોવા છતાં કેન્દ્રીય ભંડોળ કેમ રોકી દેવામાં આવ્યા હતા એવો સવાલ મમતાએ કર્યો હતો.


જ્યારે જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ત્યારે અમે કાર્યવાહી કરી છે અને પાર્ટીમાંથી સંબંધિત વ્યક્તિની હકાલપટ્ટી કરી છે, પરંતુ ભાજપનું શું? તેઓ બધા જ ભ્રષ્ટ અને ગુનેગાર પ્રવૃત્તિના લોકોને પોતાની પાર્ટીમાં લઈ રહ્યા છે, એમ મમતાએ કહ્યું હતું.

ALSO READ : ‘PM મોદીનો વિકલ્પ છે……’ લોકસભા ચૂંટણી પહેલા શશિ થરૂરે આપ્યો જવાબ

વડા પ્રધાનની ટીકાનો જવાબ આપતાં મમતાએ કહ્યું હતું કે સંદેશખાલીમાં કેટલાક બનાવ બન્યા હતા, જ્યારે મારી પાસે ફરિયાદો આવી ત્યારે મેં તેમની સામે તત્કાળ પગલાં લીધા હતા, ભાજપની જેમ નહીં. મહિલા કુસ્તીબાજોને ભાજપના સંસદસભ્ય દ્વારા સતામણી કરવામાં આવતી હતી ત્યારે અને હાથરસના બનાવ વખતે ભાજપના લોકો મૂક દર્શક બનીને બેઠા હતા.


જે વ્યક્તિ સામે કેટલાક ગુનાઓ નોંધાયા છે એવી વ્યક્તિને ગૃહ ખાતામાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવે તે રાષ્ટ્ર માટે શરમની વાત છે, એમ તેમણે કહ્યું હતું તેઓ કુુચબિહારના ઉમેદવાર નિસિથ પ્રામાણિકનો ઉલ્લેખ કરી રહ્યા હતા. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button