આપણું ગુજરાત

ગુજરાત પોલીસમાં 12 હજારથી વધુ પદો માટે થશે ભરતી, જાણો શું છે ફોર્મ ભરવાની સંપુર્ણ પ્રક્રિયા

Gujarat Police Recruitment 2024 Registration Underway: ગુજરાતમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે પોલીસ ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે, રાજ્ય પોલીસની 12 હજારથી પણ વધુ જગ્યા પર આજથી 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કૉંસ્ટેબલ, હથિયારધારી પોલીસ કૉંસ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરવામાં આવનાર છે.

જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે, રજિસ્ટ્રેશન લિંક 4મી એપ્રિલ 2024ના રોજ ખોલવામાં આવી છે. આ ભરતી અંગેની વિગતો જાણો.

આ ભરતી પ્રક્રિયા દ્વારા 12,472 પદો પર ઉમેદવારોની ભરતી થશે, જેમાં કોન્સ્ટેબલ, જેલ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ભરતી માટે સૌથી વધુ પદો કોન્સ્ટેબલના છે. આ ભરતીઓ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડએ કાઢી છે જેના હેઠળ વર્ગ 3 ના ખાલી પદો પર ભરતીઓ થશે.

આપણ વાંચો: ગુજરાત પોલીસ પર નજર રાખવા 12 હજાર નવા CCTV કેમેરા લાગવવામાં આવશે

ગુજરાત પોલીસની આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાશે. આ કરવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું આ છે –ojas.gujarat.gov.in. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

એ પણ જાણી લો કે આ પદો માટે અરજીઓ 4 એપ્રિલથી શરૂ થઈ રહી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2024 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરલાની રહેશે.

PSI માટે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ.

આપણ વાંચો: Gujart police: લાંચ લેવામાં ગુજરાત પોલીસ સતત પાંચમા વર્ષે નંબર વન, ACBએ કર્યો ખુલાસો

30 એપ્રિલ સુધી OJASની વેબસાઈટ પર ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ તમામ ટ્રેડર માટે 100 રૂપિયા પરીક્ષા અને બેંક ચાર્જિસ ચૂકવવાના રહેશે. PSI કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવામાં આવશે. PSI કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પુછાશે.

આ સરળ સ્ટેપ્સથી અરજી ફોર્મ ભરો

અરજી માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ પર જાઓ એટલે કે ojas.gujarat.gov.in કરો.
અહીં તમને રિક્રટમેન્ટ સેક્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
આવું કરતા જ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ 2024ની લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો.
જે પેજ ખુલશે તેના પર રજિસ્ટર કરો અને લોગ-ઈન કરો.
લોગિન કર્યા બાદ ફોર્મ ભરો, એપ્લિકેશન ફી ભરો અને ફોર્મ જમા કરી દો.
અરજી કરવા માટે આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો, નોટિસ જોવા માટે આ લિંક પર જાઓ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
OMG Indian Railwayના ટ્રેક પર દોડી Bullet Train? વિશ્વાસ ના થાય તો જોઈ લો જાતે જ… અજીબોગરીબ આદત છે આ ફિલ્મસ્ટારોની Shani Jayanti પર કરો આ વિશેષ ઉપાયો અને મેળવો શનિદેવની કૃપા… લાંબા સમય સુધી સત્તામાં રહેનારા પોલિટિકલ લીડર્સ