સંજય સિંહનો ગંભીર આરોપ, ‘ભાજપે પણ શરાબ વેપારીઓ પાસેથી 55 કરોડનું દાન લીધું’
દિલ્હી શરાબ પોલીસી કેસમાં જામીન પર છુટેલા આપના સાંસદ સંજય સિંહએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીએ ખુદ જ મોટું કૌંભાડ આચર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે શરાબ વેપારીઓ પાસેથી 55 કરોડ રૂપિયાનું ફંડ લીધું છે.
સંજય સિંહે કહ્યું કે એક ખોટા અને પાયાવિહોણા કેસના આધાર પર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. મોટા ષડયંત્ર હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમણે કહ્યું શરાબ કૌંભાંડમાં મંગુટા રેડ્ડીના ઘર પર પહેલા રેઈડ પડે છે, તેની પાસેથી નિવેદન લેવામાં આવી છે, કે શું તમે કેજરીવાલને મળ્યા હતા, , પછી આ જ પ્રશ્ન તેમના પુત્ર રોહિત રેડ્ડીને પૂછવામાં આવે છે. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ તેની પાસેથી સાત નિવેદનો નોંધવામાં આવ્યા છે. છ નિવેદનો તો એક સમાન છે, જેમાંથી સાતમું નિવેદન બદલાય જાય છે.
તેમણે વધુમાં કહ્યું કે પિતા-પુત્રના કુલ દસ નિવેદનોમાંથી છેલ્લા એકમાંથી માત્ર બે નિવેદનો કેજરીવાલજી વિરુદ્ધ લેવામાં આવ્યા હતા. શું ભાજપના નેતાઓ દારૂ કૌભાંડના કિંગ કહેવાતા શરદ રેડ્ડીને ઓળખે છે કે નહીં?
જ્યારથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ તિહાર જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી તેઓ સતત ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. સંજય સિંહ ભાજપ વિરુદ્ધ પહેલા કરતા વધુ આક્રમક બન્યા છે. આ જ કારણ છે કે તેઓ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ED અને CBIની કાર્યવાહીની ખામીઓને એક પછી એક જાહેરમાં લાવી રહ્યા છે.
બીજી તરફ વીરેન્દ્ર સચદેવાએ સંજય સિંહ પર નિશાન સાધ્યું છે અને પૂછ્યું છે કે તે જેલની અંદર વ્હીલ ચેર પર હતા, જેલમાંથી બહાર આવ્યા ત્યારે કારની છત પર હતા અને આજે ફરી લોકોની સંવેદનાઓ લેવા માટે વ્હીલ ચેર પર આવ્યા હતા. સંજય સિંહ એ વાતનો જવાબ આપો કે જ્યારે શરાબની નીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે રેસ્ટોરન્ટ માલિકો સાથેની મીટિંગમાં સામેલ હતો કે નહીં?