નેશનલ

પબ્લિક સર્વન્ટને ચૂંટણી લડવા માટે કૂલિંગ પિરિયડવાળી પિટિશન સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પબ્લિક સર્વન્ટને ચૂંટણી લડવા પહેલાં કૂલિંગ ઓફ પિરિયડ રાખવાની માગણી કરતી પિટિશન પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે નનૈયો ભણી દીધો હતો. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી અમલદારોને નોકરી છોડીને તરત જ ચૂંટણી લડતા રોકવામાં આવે, સરકારી કર્મચારીઓ માટે કૂલિંગ ઓફ પિરિયડ નિર્ધારિત કરવો જોઈએ.

સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી પિટિશન
સુપ્રિમ કોર્ટે આ પિટિશન પર સુનાવણી કરવા નનૈયો ભણ્યો હતો. જેને પગલે પિટિશનરે પિટિશન પાછી ખેંચી લેવા માટે વિનંતી કરી હતી. સુપ્રિમ કોર્ટે પિટિશન પાછી ખેંચવાની પરવાનગી આપતાં અરજી ફગાવી દીધી હતી.
સુપ્રિમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે પિટિશનરને પરવાનગી આપી છે કે તેઓ આ બાબતે યોગ્ય ઓથોરિટીનો સંપર્ક કરી શકે.

ભૂતપૂર્વ સંસદસભ્યે કરી હતી પિટિશન
સુપ્રિમ કોર્ટમાં ભૂતપૂર્વ સંસદસભ્ય જી. વી. હર્ષકુમારે બંધારણની કલમ 32 હેઠળ પિટિશન દાખલ કરી હતી. પિટિશનમાં એવી વિનંતી કરવામાં આવી હતી કે પબ્લિક સર્વન્ટ માટે કૂલિંગ ઓફ પિરિયડ નક્કી કરવામાં આવવો જોઈએ. આને માટે ચૂંટણી પંચની 2012ની ભલામણો અને સિવિલ સર્વિસ રિફોર્મ રિપોર્ટ કમિટિની જુલાઈ 2004માં કરવામાં આવેલી ભલામણોને લાગુ કરવાની અરજી કરવામાં આવી હતી. પિટિશનરે એમ પણ કહ્યું હતું કે જે સરકારી કર્મચારી ચૂંટણી લડીને જીતી જાય તેને ફક્ત એક જ પેન્શન મળવું જોઈએ.

ALSO READ : મદરેસાના લાખો વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને અન્ય શાળાઓમાં ગોઠવવાની પ્રક્રિયા પર ‘સુપ્રીમ’ રોક

પિટિશનરની દલીલો નહીં ચાલી
સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે બે દાયકા પહેલાં આ અંગે ભલામણ કરવામાં આવી હતી, છતાં તેના પર હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી. આને કારણે બધા જ બ્યૂરોક્રેટ, ન્યાયમૂર્તિ અને અન્ય સરકારી કર્મચારીઓ નિવૃત્તિ બાદ કે પછી નોકરી છોડીને તરત જ ચૂંટણી લડે છે અને તેમને માટે કોઈ કૂલિંગ ઓફ પિરિયડ નથી.


પિટિશનરે એમ પણ કહ્યું હતું કે આવા પબ્લિક સર્વન્ટ જેમણે ખોટી રીતે રાજકીય પક્ષોને લાભ અપાવ્યો હોય તેમને ઉમેદવારી આપવામાં આવે છે.


જોકે, આ બધી દલીલોની કોઈ અસર કોર્ટ પર પડી નહોતી અને તેમણે આ પિટિશન સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button