IPL 2024સ્પોર્ટસ

MS Dhoniએ નવા અંદાજમાં વીડિયો પોસ્ટ કરી સૌને ચોંકાવ્યા

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે તેના ભુતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) દર વર્ષની જેમ આ વર્ષે પણ લાઈમલાઇટમાં છે. જોકે તાજેતરમાં એમએસ ધોનીનો એક એવો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે કે જેની કોઈએ કયારેય કલ્પના પણ કરી શકે નહિ.

પોતાની દરેક બાબત માટે લાઈમલાઇટમાં રહેનાર એમએસ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ધોની ગીત ગાતો જોવા મળી રહ્યો છે. એમએસ ધોની પર ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ગાયેલું ગીત ‘બોલે જો કોયલ’નો ઉપયોગ કરીને અનેક મિમ્સ અને રિલ્સ બનાવી લોકોએ વાઇરલ કર્યા હતા. જોકે હવે ધોની સાઇકલ ચલાવતા ચલાવતા ગીત ગાતા હોવાના વીડિયોને સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

એમએસ ધોનીનો આ વાઇરલ વીડિયો વાસ્તવમાં એક ઈલેક્ટ્રિક-સાઇકલની જાહેરાતનો છે, જેમાં તે ‘બોલે જો કોયલ બાગો મેં’ ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ જાહેરાતના વીડિયોમાં એનિમેશન વડે બનાવેલા કોયલ પક્ષી પણ આવે છે અને કહે છે ‘થાલા ફોર રીઝન’. ઇ-સાઇકલ કંપનીએ આ જાહેરાતને વાઇરલ કરવા ધોની માટે વાપરવામાં આવતા ઉદાહરણ અને ગીતનો ઉપયોગ કર્યો છે, એવું લોકો સોશિયલ મીડિયા પર કારી રહ્યા છે.

ધોનીની આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે અને લોકોને પણ તે ખૂબ જ ગમી છે. આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચમાં એમએસ ધોનીએ 16 બૉલમાં 37 રનનો તોફાની ઇંગિન્સ રમીને લોકોને ચોંકાવ્યા હતા. ધોનીની બેટિંગ જોઈને યંગ એમએસડી પાછો આવી ગયો છે, એવું લોકો કહી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની આ નામ ક્રિકેટમાં ખૂબ જ પ્રખ્યાત બની ગયું છે. ડીસી સામેની મેચ ચેન્નઈ ભલે 20 રનની હારી ગઈ હોય પણ ધોનીની બેટિંગ જોઈને દરેક ક્રિકેટ પ્રેમીઓ ખુશ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button