IPL 2024સ્પોર્ટસ

IPL CSK VS SRH: આજે ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, ધોનીને નવો રેકોર્ડ બનાવવાની તક

હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 18મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. આ મેચ માટે સનરાઈઝર્સ અને CSKની ટીમ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે સનરાઇઝર્સે ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કર્યા બાદ પોતાની લય ગુમાવી દીધી છે, જ્યારે ચેન્નઇએ તેના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં 3માંથી 2 મેચ જીતી છે. આ રીતે સનરાઈઝર્સ સામે સીએસકેનો પડકાર આસાન બનવાનો નથી.

આજની મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 6 રન બનાવ્યા તો ચેન્નઇ વતી 5000 રન ફટકારનાર બીજો ખેલાડી બનશે. ચેન્નઇ વતી ધોની 247 મેચ રમીને 4,994 રન બનાવ્યા છે, જેમાં 248 મેચ રમીને બીજા 6 રન જોડશે તો નવો વિક્રમ બનાવશે. ધોની સિવાય સુરેશ રૈનાએ 200 મેચમાં 5,529 રન બનાવ્યા હતા.


આજની ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચેની મેચ રસપ્રદ રહેશે, કારણ કે અગાઉ ચેન્નઇ વતી ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં મેચ હારવા છતાં ધોનીની ઇનિંગની નોંધ લીધી હતી. જોકે આજની સનરાઇઝર્સ સામેની આ મેચ ચેન્નઇ માટે સરળ નથી. ટીમનો ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન આ મેચમાં રમી શકશે નહીં. છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કર્યા બાદ ચેન્નઈની ટીમ જીત મેળવવા માંગશે.

મહેન્દ્ર સિંહ ધોનીને આઠમા નંબરથી ઉપર બેટિંગ કરતા જોવા માંગતા હતા. તેણે છેલ્લી મેચમાં પોતાનું જૂનું ફિનિશર ફોર્મ બતાવ્યું અને 16 બોલમાં 37 રન કર્યા હતા. જો કે, તે શિવમ દુબે અને સમીર રિઝવીને ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા માંગે છે. બોલિંગમાં પણ ચેન્નઈએ કોમ્બિનેશન પર વિચાર કરવો પડશે, કારણ કે મુસ્તાફિઝુર અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવા બાંગ્લાદેશ પરત ફર્યો છે.



અત્યાર સુધીમાં મુસ્તફિઝુર અને મથિષા પથિરાનાની જોડી ચેન્નઇ માટે સારું પ્રદર્શન કરી રહી હતી. મુકેશ ચૌધરી મુસ્તફિઝુરનું સ્થાન લઈ શકે છે જ્યારે શાર્દુલ ઠાકુરે હજુ સુધી એક પણ મેચ રમી નથી. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો મળશે. તેના બેટ્સમેનોએ મુંબઈ સામેની બીજી મેચમાં આઈપીએલના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર કર્યો હતો. જોકે ઓપનર મયંક અગ્રવાલ હજુ સુધી પ્રભાવિત કરી શક્યો નથી.


ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સના બેટ્સમેનો પ્રથમ વખત નિષ્ફળ રહ્યા હતા. જયદેવ ઉનડકટ, મયંક માર્કંડેય અને ભુવનેશ્વર કુમાર બોલિંગમાં મોંઘા સાબિત થયા છે. ભૂવનેશ્વર નવા બોલથી નિરાશ કર્યા છે અને ત્રણ મેચમાં માત્ર ત્રણ જ વિકેટ લઈ શક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button