ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

ઇન્ટરનેશનલ મીડિયાએ ભારતને લઈને કર્યો દાવો, ‘પાકિસ્તાનમાં જઈ ભારત આતંકવાદીઓને કરે છે ઠાર?’

ભારત હવે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનમાં એક પછી એક ‘દુશ્મન’ ખતમ થઈ રહ્યા છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓને મારવાનો આદેશ આપ્યો છે.

ભારત સરકારે વિદેશી ધરતી પર વસતા આતંકવાદીઓને ખતમ કરવા માટે એક જોરદાર સ્ટ્રેટેજી બનાવી છે અને એ જ વ્યૂહરચનાનાં ભાગરૂપે પાકિસ્તાનમાં છૂપો ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર અધિકારીઓનો દાવો છે કે 2020 થી અત્યાર સુધીમાં 20 હત્યાઓ થઈ છે. જોકે, ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને દૂષિત ગણાવ્યા છે.

મીડિયાના રિપોર્ટમાં ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને ટાંકીને મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં બંને દેશોના ગુપ્તચર અધિકારીઓની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ દ્વારા શેર કરાયેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) એ 2019 (પુલવામા હુમલાની ઘટના) પછી રાષ્ટ્રીય સુરક્ષા માટે સાહસી અભિગમ અપનાવ્યો અને કથિત રીતે વિદેશમાં તેના દુશ્મનોને ખતમ કરવા માટે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

વોશિંગ્ટન (અમેરિકા) અને ઓટાવા (કેનેડા)એ પણ ભારત પર આક્ષેપો કર્યા હતા. કેનેડાએ તેના પર શીખ આતંકવાદી અને અન્યની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. આમાં ભારતની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. એ જ રીતે ગયા વર્ષે અમેરિકાએ પણ તેના પર બીજા શીખ આતંકવાદીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.

તાજેતરના દાવા મુજબ 2020થી ભારતે પાકિસ્તાનમાં ઝડપી કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 20 લોકો માર્યા ગયા છે. આ પહેલા પણ ભારત આ હત્યાઓ સાથે અનૌપચારિક રીતે જોડાયેલું હતું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ભારતીય જાસૂસી કર્મચારીઓએ પાકિસ્તાનમાં કથિત કાર્યવાહી અંગે ચર્ચા કરી છે.

બ્રિટિશ અખબારનું કહેવું છે કે આ હત્યાઓમાં RAWની સીધી ભૂમિકા સાથે સંબંધિત દસ્તાવેજો પણ જોવામાં આવ્યા છે. આરોપોમાં એ પણ ખુલાસો થયો છે કે ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પસંદ કરીને ખતમ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને આ ઓપરેશન પાકિસ્તાન અને પશ્ચિમી દેશોમાં પણ ચલાવવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાની તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર આ મૃત્યુ મોટાભાગે સંયુક્ત આરબ અમીરાત (UAE) થી કાર્યરત ભારતીય ગુપ્તચર સ્લીપર સેલ દ્વારા કરવામાં આવે છે. 2023 પછી હત્યાઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે UAEથી કાર્યરત સ્લીપર સેલ સ્થાનિક ગુનેગારો અથવા પાકિસ્તાનના ગરીબોને લાલચ આપીને લાખો રૂપિયાની લાલચ આપીને આ હત્યાઓને અંજામ આપે છે. ગોળીબારને અંજામ આપવા માટે ભારતીય એજન્ટોએ કથિત રીતે જેહાદીઓની ભરતી પણ કરી છે.

રિપોર્ટ અનુસાર, બે ભારતીય ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર, RAWએ 2019માં પુલવામા હુમલો થયો ત્યારે વિદેશમાં બેઠેલા ભારતના દુશ્મનોને ખતમ કરવાની યોજનાને આગળ ધપાવી હતી. પુલવામામાં એક આત્મઘાતી હુમલાખોરે કાશ્મીરમાં સૈન્ય કાફલાને નિશાન બનાવ્યું હતું, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. મોદી તે સમયે તેમના બીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી રહ્યા હતા અને હુમલા પછી સત્તામાં પાછા ફર્યા હતા.

એક ભારતીય ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે પુલવામા પછી, સરકારનો અભિગમ બદલાઈ ગયો છે કે તેઓ દેશની બહાર બેઠેલા દુશ્મનો પર હુમલો કરે અથવા કોઈ ખલેલ પહોંચાડે તે પહેલા તેમને નિશાન બનાવશે. તેમણે કહ્યું કે અમે હુમલા રોકી શક્યા નથી કારણ કે તેમના સુરક્ષિત ઠેકાણાં પાકિસ્તાનમાં હતા, તેથી અમારે સોર્સ સુધી પહોંચવું પડ્યું. તેમણે કહ્યું કે આવી કામગીરી કરવા માટે સરકારના ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવી જરૂરી છે.

અધિકારીએ કહ્યું કે ભારતે ઇઝરાયેલની મોસાદ અને રશિયાની કેજીબી જેવી ગુપ્તચર એજન્સીઓ પાસેથી પણ પ્રેરણા લીધી છે. આ એજન્સીઓ વિશે કહેવાય છે કે તેઓ વિદેશી ધરતી પર જઈને પોતાના દુશ્મનોનો નાશ કરે છે. તેણે એમ પણ કહ્યું કે 2018માં સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની ઇસ્તંબુલમાં સાઉદી કોન્સ્યુલેટમાં હત્યા કરવામાં આવી હતી.

તે જ સમયે અન્ય મીડિયા રિપોર્ટમાં ભારતના વિદેશ મંત્રાલયે તમામ આરોપોને નકારી કાઢ્યા. ભારતનું કહેવું છે કે આવા દાવા ખોટા અને દૂષિત છે અને તે ભારત વિરોધી પ્રચારનો ભાગ છે. મંત્રાલયે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરના અગાઉના ઇનકારને ટાંક્યો અને કહ્યું કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગમાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…