મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ખૂબ જ નબળું પરફોર્મ કરી રહી છે. ચારમાંથી ત્રણ મેચમાં હાર મેળવીને બે પોઇંટ્સ સાથે આરસીબી પોઈન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને છે, પરંતુ તાજેતરમાં ટીમના જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીએ આરસીબીનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સિવાયના બીજા ખેલાડીઓને લીધે ટીમને હારનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખેલાડીમાં જે મોખરે છે તે ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (મેકસી) જેણે બેટિંગમાં ખૂબ જ ખરાબ પર્ફોર્મન્સ કર્યું છે. મેકસવેલના નબળા પર્ફોર્મન્સ પર હવે વિરાટ કોહલીએ એક રમૂજ અંદાજમાં તેને સલાહ આપી છે.
આરસીબીના દરેક ખેલાડીઓ મેચ હાર્યા છતાં મજાકના મૂડમાં જોવા મળે છે. જોકે હવે ટીમને પાછી પાટા પર લાવવા માટે વિરાટ કોહલીએ ગ્લેન મેક્સવેલને કહ્યું ‘જ્યારથી મેકસી આરસીબીના ખેલાડીઓને મળ્યો ત્યારે તે એકદમ ખુશ હતો. તે સારું રમે છે અને મેદાનમાં ચારેય દિશામાં સિક્સર લગાવે છે.
તે નાના બાળકો જેવુ વર્તન કરે છે એ જોવું ખૂબ મસ્તીભર્યું હોયું છે… પણ તેને હું યાદ કરાવવા માગું છું કે આ બધુ આ ઉંમરે યોગ્ય નથી, તેથી મેકસીએ તેની ઉંમરનું ધ્યાન રાખવું જોઈએ’. આ મોટી વાત વિરાટે મેક્સવેલ અને બીજા ખેલાડીઓને મજાકમાં કહી હતી.
હોમ ગ્રાઉન્ડમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સાથેની મેચમાં ચેસ કરતી વખતે આરસીબીને 28 રનથી હાર મળી હતી. એલએસજીએ પહેલલા બેટિંગ કરીને 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 181 રન સ્કોર બોર્ડ પર લગાવ્યા હતા. જોકે આરસીબીની ટીમ 19.4 ઓવર પર 153 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
હવે આરસીબીની આગામી મેચ છ એપ્રિલે શનિવારે છે. આ મેચમાં પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાનની રાજસ્થાન રોયલ્સ સાથે આરસીબીની ટક્કર જોવા મળવાની છે. જોકે આરસીબીના દરેક ખેલાડીઓમાં સૌથી વધુ રન સાથે વિરાટ કોહલીએ જ બનાવ્યા છે. વિરાટે ચાર મેચમાં 67.66ની બેટિંગ એવરેજ સાથે 203 રન બનાવવાની સાથે તે ઓરેન્જ કેપની યાદીમાં મોખરે છે. આ વર્ષની વુમન્સ પ્રીમિયર લીગમાં આરસીબીની મહિલા ટીમે કપ જીત્યો છે, જેથી હવે આરસીબી બોઈઝ પણ હવે કપ જીતે એવી આશા ચાહકોને છે.
Taboola Feed