(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
નેશનલ

એશિયન ચેમ્પિયન ટ્રોફીઃ ભારતીય મહિલા હોકી ટીમની પહેલી મેચ થાઈલેન્ડ સામે રમશે

રાંચીઃ ભારતીય મહિલા હૉકી ટીમ 27 ઓક્ટોબરે થાઈલેન્ડ સામે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના અભિયાનની શરૂઆત કરશે. હૉકી ઈન્ડિયાના એસોસિયેશને આજે આ સ્પર્ધાના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

આ મુજબ ટૂર્નામેન્ટની શરૂઆત મલેશિયા અને જાપાન વચ્ચેની મેચથી થશે, જ્યારે પહેલા દિવસે જ ભારતનો સામનો થાઈલેન્ડ સામે થશે. આ દિવસની ત્રીજી મેચ હશે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં દક્ષિણ કોરિયા, મલેશિયા, થાઈલેન્ડ, જાપાન, ચીન અને ભારતની ટીમો ભાગ લેશે. આ સ્પર્ધા 5 નવેમ્બર સુધી ચાલશે.


ભારતીય ટીમ અત્યારે સારા ફોર્મમાં છે. તેણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે ગયા વર્ષે સ્પેનમાં એફઆઇએચ હૉકી વિમેન્સ નેશન્સ કપમાં પણ ટાઇટલ જીત્યું હતું.


ભારતે 2016માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી જ્યારે તે 2018માં રનર-અપ રહી હતી. ભારત ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ કોરિયા સામે 2 નવેમ્બરે રમશે.


તમામ ટીમોને એક ગ્રુપમાં રાખવામાં આવી છે અને ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમનો સામનો ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે જ્યારે બીજી સેમિફાઇનલ બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button