સલમાન ખાન કોમેડિયન કુણાલ કામરા સામે માનહાનીનો કેસ કરશે? નજીકના મિત્રએ કરી સ્પષ્ટતા
મુંબઈ: તાજેતરમાં કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સલમાન ખાન(Salman Khan) સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા(Kunal Kamra) વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. એક સ્ટેન્ડ-અપ શો દરમિયાન કુણાલ કામરાએ સલમાન ખાન પર વ્યક્તિગત ટીપ્પણી કરી હતી. પોતાની ટિપ્પણી બદલ કુણાલે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. એક અહેવાલ મુજબ, કુણાલ પર કેસ કરવાનો કોઈ સલમાનનો ઈરાદો નથી.
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ સલમાન ખાન પર જોક કર્યો હતો, કેઆરકે આ વીડિયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે સલમાન ખાન કામરા સામે માનહાનીનો દાવો કરશે. જો કે આવું બન્યું ન હતું. એક અહેવાલ મુજબ સલમાન ખાનની નજીકની વ્યક્તિએ હાલમાં જ કહ્યું કે સલમાન ખાનને હવે આવી વસ્તુઓની આદત પડી ગઈ છે. તેઓ કોર્ટના ચક્કર લગાવવા માંગતા નથી. તેથી હવે તેઓ આવું કોઈ પગલું નહીં ભરે.
આ પણ વાંચો: મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ પર સેન્સર બોર્ડની કાતર, જાણો શું છે કારણ?
એક અહેવાલ મુજબ, સલમાન ખાનના નજીકના એક સૂત્રએ કહ્યું છે કે જો સલમાન ખાન આવી ટીપ્પણી કરનાર દરેક વ્યક્તિ સામે કેસ દાખલ કરવાનું ચાલુ રાખશે, તો તે કોર્ટ રૂમના ચક્કર લગાવતો રહેશે. વર્ષોથી સલમાન ખાન આ બધાથી ટેવાઈ ગયો છે. તે સારી રીતે જાણે છે કે જેઓ તેના પર ટીપ્પણી કરે, એ માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માટે જ આવું કરે છે. એટલા માટે તે કુણાલ કામરા સામે કેસ નહીં નોંધાવે.
તાજેતરમાં જ કોમેડિયન કુણાલ કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે કહેતો જોવા મળ્યો હતો કે હાલમાં જ મને અંબાણીના ઓટીટી(Jio Cinema) તરફથી મને સલમાન પાસેથી નૈતિક જ્ઞાન લેવાની ઑફર મળી હતી. દર શનિવાર અને રવિવારે સલમાન ખાન આવશે અને તમને કહેશે કે કેવી રીતે એક સારો વ્યક્તિ બની શકાય. પણ તેનું જીવન પણ કઠીન છે, તે દર મહોરમમાં અરબાઝ ખાન અને સોહેલ ખાનને રીતે ચાબુક મારતો હશે? બંને તેના NPA છે.
આ પણ વાંચો: Oscar ના ઓફિશિયલ સોશિયલ હેંડલ પર ‘Mastani’ છવાઈ, દિપીકાની આ સિદ્ધિ પર પતિ રણવીરે કરી આ કમેન્ટ
કુણાલે કહ્યું હતું કે એક સમયે કોમેડિયન સલમાન ખાનથી ડરતા હતા. પરંતુ જ્યારથી મોદીજી આવ્યા છે ત્યારથી સલમાન ખાનનું બેન્ડ વાગી રહ્યું છે. તમને ખબર છે બીગ બોસમાં દર વર્ષે શા માટે દેશભર માંથી પાગલ લોકોને લાવવામાં આવે છે, કેમેકે જેથી તેમની સામે સલમાન ખાન ઓછો પાગલ લાગે.
જ્યારે કેઆરકેએ X પર પોસ્ટ કરીને કહ્યું કે સલમાન ખાન કુણાલ કામરા સામે કેસ કરવા જઈ રહ્યો છે. આના જવાબમાં કોમેડિયન કુણાલ કામરાએ લખ્યું, ‘હું ઉડતું પક્ષી કે ફૂટપાથ નથી અને હું હવે જોક માટે માફી માંગતો નથી…’