આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજીનામું કે પાર્ટીમાંથી બરતરફ?: નિરુપમે સ્પષ્ટતા કરીને કોંગ્રેસની ટીકા કરી

મુંબઈ: લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષમાંથી અનેક નેતા પોતાના પક્ષમાંથી અન્ય પક્ષમાં જઈ રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમને પણ પાર્ટીએ કાઢી મૂક્યાના અહેવાલ વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી હતી મેં પહેલા રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યાનો સ્ક્રિનશોટ પણ શેર કરીને કોંગ્રેસની ટીકા કરી હતી.

જોકે, કોંગ્રેસમાંથી નિરુપમે રાજીનામું આપતા કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસ પાર્ટીનો વિરોધ કરવા બદલ સંજય નિરુપમને પાર્ટી દ્વારા છ વર્ષ માટે બહાર કરવામાં આવ્યા હતા, પણ સંજય નિરુપમે તેમણે પોતે જ રાજીનામું આપવાનું કહ્યું હતું.


ત્યાર બાદ કૉંગ્રેસે નિરુપમને સસ્પેન્ડ કરવાની માહિતી જાહેર કરી હતી, પણ સંજય નિરુપમે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા રાજીનામાંનો સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. નિરુપમે લખ્યું હતું કે એવું જણાઈ રહ્યું છે કે પાર્ટીને મારુ રાજીનામું મળ્યા બાદ તરત જ તેમણે સસ્પેન્ડ લેટર શેર કર્યો હતો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ નિરુપમે કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.

મહારાષ્ટ્ર કૉંગ્રેસ છોડનાર નેતા સંજય નિરુપમે પાર્ટી ગાંધી પરિવાર પર નિશાન સાધી ટીકા કરી હતી. કૉંગ્રેસમાં પાંચ પાવર સેન્ટર બની ગયા છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ છે. કૉંગ્રેસ વૈચારિક રીતે વિખરાઈ ગઈ છે.

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે હાલમાં દિલ્હી ગયા હતા અને ત્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ભ્રષ્ટ જનતા પાર્ટી કહ્યું હતું. જો તેઓ એવું વિચારે છે તો પછી એક ભ્રષ્ટ નેતાને અમારી સીટ પરથી ઉમેદવાર કેમ બનાવાયા. મારા ક્ષેત્રમાં ખિચડી-ચોરને ટિકિટ આપવામાં આવી છે, એવો પણ કટાક્ષ સંજય નિરુપમે કર્યો હતો.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉત્તર-પશ્ચિમ મુંબઈની સિટીથી અમોલ કીર્તિકરને ઉમેદવાર જાહેર કરવાં આવ્યા છે, જોકે ઇડી દ્વારા કોરોના મહામારીમાં ખિચડી કૌભાંડમાં અમોલ કીર્તિકર સામે આરોપ મૂકીને તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા


સંજય નિરુપમે કહ્યું હતું કે કૉંગ્રેસ શા માટે એવું કરી રહી છે. કૉંગ્રેસમાં પહેલા એક નેતૃત્વમાં કામકાજ ચાલતું હતું અને હવે પાંચ પાવર સેન્ટર આવી જતાં પાર્ટીની અંદર સંઘર્ષ વધી રહ્યા છે, જેનું પરિણામ મારા જેવા સાધારણ કાર્યકરોને થાય છે.


આજે કૉંગ્રેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ દરેક નેતાઓ પાવર સેન્ટર બની ગયા છે. ખડગેના જાણીતા પાસે કોઈ પણ અનુભવ નથી, તેઓ માત્ર મોટી-મોટી વાતો કરે છે. કૉંગ્રેસ પાર્ટીના દરેક નેતાઓ વચ્ચે અનેક મતભેદ ચાલી રહ્યા છે. આ બધી વાતોથી મારા જેવા અનેક કાર્યકરોની ધીરજ ખૂટી રહી છે.


સંજય નિરુપમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાય તો તેના અંગે મુંબઈના ભાજપના વરિષ્ઠ નેતા-કાર્યકરોએ પણ સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button