આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સુપ્રીમ કોર્ટે અમરાવતીના સાંસદ નવનીત રાણાના અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર સાચુ માન્યું

સુપ્રીમ કોર્ટે અમરાવતીના સાંસદ નવનીત રાણાને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે અમરાવતીના સાંસદ નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર રદ કરતા બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે નવનીત રાણાના અનુસૂચિત જાતિ પ્રમાણપત્રને માન્ય કર્યું છે.

રાણા પર અમરાવતીના અનામત મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે દસ્તાવેજો બનાવવાનો આરોપ હતો. 8 જૂન, 2021 ના ​​રોજ, હાઇકોર્ટે કહ્યું હતું કે રાણા દ્વારા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ‘મોચી’ જાતિ પ્રમાણપત્ર કપટી રીતે મેળવવામાં આવ્યું હતું. હાઇ કોર્ટે બોમ્બે હાઈકોર્ટે જાતિ પ્રમાણપત્ર નકલી હોવાનો ચુકાદો આપ્યો હતો અને અમરાવતી સાંસદ પર રૂ.2 લાખનો દંડ પણ લગાવ્યો હતો. નવનીત રાણાએ 2021 ના ​​બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

નવનીત રાણાને ભાજપે અમરાવતી લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવ્યા છે. દરમિયાન નવનીત રાણાના નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને રદિયો આપ્યો હતો . નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર બોમ્બે હાઈકોર્ટ દ્વારા 2021 માં અમાન્ય કરવામાં આવ્યું હતું. જે બાદ નવનીત રાણાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો હતો. નકલી જાતિ પ્રમાણપત્ર ચકાસણી કેસ પર બંને જૂથોની દલીલો 28 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ હતી.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં ચુકાદો અનામત રાખ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર નકલી હોવાનો ચુકાદો આપ્યો હતો. આ સામે નવનીત રાણા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને રદિયો આપી નવનીત રાણાના અનુસૂચિત જાતિ પ્રમાણપત્રને સાચુ માન્યું છે.

સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખુશીની વાત છે. જે લોકો નવનીત રાણાના જાતિ પ્રમાણપત્ર પર આંગળી ઉઠાવી રહ્યા હતા અને રાજકારણ રમી રહ્યા હતા તેમને સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો છે. નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર માન્ય જાહેર કરવામાં આવ્યું છે. અમે સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button