આમચી મુંબઈમહારાષ્ટ્ર

Sanjay Nirupam: નિરુપમની નવી ઇનિંગ! કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ શિંદે જૂથ સાથે જોડાશે?

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election)પહેલા મહારાષ્ટ્રના રાજકારણ(Maharastra Politics)માં મોટા ફેરફારો થઇ રહ્યા છે. કોંગ્રેસે(Congress) મોટી કાર્યવાહી કરતા વરિષ્ઠ નેતા સંજય નિરુપમ(Sanjay Nirupam)ને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોનેને કારણે સંજય નિરુપમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે તેઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાશે.

અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદોને ટાંકીને, કોંગ્રેસે ગત મોડી રાત્રે એક સંજય નિરુપમને હટાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કોંગ્રેસે નિવેદનમાં જણાવ્યું હતું કે નિરુપમને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી દુર કરવામાં આવે છે. આ પહેલા કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ નિરુપમનું નામ હટાવી દીધું હતું.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ જણાવ્યું હતું , નિરુપમને કોઈ કારણ બતાવો નોટિસ આપવામાં આવશે નહીં. તેમની સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે તેમના નિવેદનો આવી રહ્યા છે તે પાર્ટી વિરોધી છે.

જેના પર પર પ્રતિક્રિયા આપતા સંજય નિરુપમે કહ્યું, “કોંગ્રેસે તેની શક્તિ અને મારા પર વેડફવી જોઈએ નહીં. એમ પણ પાર્ટી, ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે અને તેથી પાર્ટીને બચાવવા માટે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. મને આપવામાં આવેલું એક અઠવાડિયાની અલ્ટીમેટમ પૂરું થઈ ગયું છે અને હું આવતીકાલે (ગુરુવારે) મારા નિર્ણયની જાહેરાત કરીશ.

સંજય નિરુપમે એક્સ પર લખ્યું કે એવું લાગે છે કે, ગઈકાલે રાત્રે પાર્ટીને મારું રાજીનામું પત્ર મળ્યા પછી તરત જ મને હાંકી કાઢવાનો નિર્ણય લીધો. આટલી તત્પરતા જોઈને આનંદ થયો. બસ આ માહિતી શેર કરું છું. હું આજે 11.30 થી 12 વાગ્યાની વચ્ચે વિગતવાર નિવેદન આપીશ.

મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ન મળવાથી સંજય નિરુપમ નારાજ છે. કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને NCP શરદ પવાર રાજ્યમાં MVA ગઠબંધન હેઠળ છે. 27 માર્ચે શિવસેના ઉદ્ધવ જૂથે 17 ઉમેદવારોની જાહેરાત કરી હતી. મુંબઈ નોર્થ-વેસ્ટ સીટ પર અમોલ કીર્તિકરને ટિકિટ આપવામાં આવી છે. નિરુપમને અહીંથી ટિકિટની આશા હતી, ખુદ રાહુલ ગાંધીએ તેમને અહીંથી ટિકિટ આપવાની ખાતરી આપી હતી. નિરુપમ આ બાબતથી નારાજ છે. ટિકિટ ન મળતાં તેમણે કોંગ્રેસ અને INDIA ગઠબંધન સામે મોરચો ખોલ્યો હતો.

નિરુપમે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી લડી હતી, પરંતુ શિંદે સેનાના ગજાનન કીર્તિકર સામે હારી ગયા હતા. અગાઉ અવિભાજિત શિવસેના સાથે રહેલા નિરુપમ 2005માં કોંગ્રેસમાં જોડાયા હતા. હવે તેઓ ફરી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button