ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘મોસ્કો કોન્સર્ટ હોલ હુમલા માટે અમેરિકા જવાબદાર’, રશિયાનો આરોપ

ઇસ્લામિક સ્ટેટ દ્વારા જવાબદારીનો દાવો કરવા છતાં રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડાએ મોસ્કોના કોન્સર્ટ હોલ પર બંદૂકધારીઓ દ્વારા કરાયેલા તાજેતરના હુમલા માટે યુનાઇટેડ સ્ટેટ્સને જવાબદાર ઠેરવ્યું છે.

ક્રાસ્નોગોર્સ્કના ક્રોકસ સિટી હોલમાં 22 માર્ચે થયેલો હુમલો , 20 વર્ષમાં રશિયામાં સૌથી ઘાતક હુમલો હતો. રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડાએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોસ્કોના કોન્સર્ટ હોલ પર તાજેતરના હુમલા માટે યુનાઇટેડ સ્ટેટ્સ જવાબદાર છે. આ હુમલામાં 145 લોકોના મોત થયા હતા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળના રશિયન અધિકારીઓએ, પુરાવા વિના, સતત આક્ષેપ કર્યો છે કે આ હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો હતો અને યુક્રેન કોની દોરવણી પર કામ કરે છે તે તો જગજાહેર છે. યુક્રેન બે વર્ષથી વધુ સમયથી રશિયન આક્રમણ સામે લડી રહ્યું છે અને તેને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન છે.

સુરક્ષા પરિષદના વડા નિકોલાઈ પાત્રુશેવે કઝાકિસ્તાનમાં એક બેઠકમાં જણાવ્યું હતું કે, “તેઓ અમારા પર લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આતંકવાદી કૃત્ય કિવ શાસન દ્વારા નહીં, પરંતુ કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાના સમર્થકો ISIS દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ અમારી તપાસ કિવ તરફ અંગુલીનિર્દેશ કરે છે અને દરેક વ્યક્તિ જાણે છે કે કિવ શાસન સ્વતંત્ર નથી અને તે સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નિયંત્રિત છે.

આ ઘટનાના બીજા દિવસે હુમલામાં કથિત રીતે સામેલ ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. રશિયાએ દાવો કર્યો છે કે બંદૂકધારીઓએ યુક્રેન ભાગી જવાની યોજના બનાવી હતી. આ ઉપરાંત અન્ય છ શંકાસ્પદ સાથીઓની અટકાયત કરવામાં આવી છે.

હુમલાના બે અઠવાડિયા પહેલા, રશિયામાં યુનાઇટેડ સ્ટેટ્સ એમ્બેસીએ ક્રેમલિનને ચેતવણી જારી કરીને રશિયામાં સંભવિત આતંકવાદી હુમલાઓ વિશે ગુપ્ત માહિતી શેર કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ માહિતી રશિયન અધિકારીઓને આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button