નેશનલ

Karnataka High court: HCના ચીફ જસ્ટિસની સામે જ શખ્સે પોતાનું ગળું ચીરી નાખ્યું, સુરક્ષામાં મોટી ચૂક

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટ(Karnataka High court)ના પરિસરમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના બની હતી છે. હાઈ કોર્ટ જેવા હાઈ સિક્યોરીટી એરિયામાં એએક શખ્સ ચપ્પુ લઈને ઘુસી ગયો અને મુખ્ય ન્યાયાધીશ નિલય વિપિનચંદ્ર અંજારિયા(Justice Nilay Vipinchandra Anjaria) ની સામે કથિત રીતે પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે હોબાળો મચી ગયો હતો. આ ઘટના બનતા સુરક્ષા બંદોબસ્ત સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૈસુરના રહેવાસી શ્રીનિવાસે કોર્ટ રૂમ નંબર-1ના પ્રવેશદ્વાર પર સુરક્ષા કર્મચારીઓને એક ફાઇલ સોંપી અને કોઈ કંઈ સમજે તે પહેલા તેણે ચીફ જસ્ટિસની સામે પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો. અમારા સિક્યોરિટી સ્ટાફે આ જોયું કે તરત જ તેને પકડીને બચાવી લીધો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે આવું પગલું કેમ ભર્યું એ અંગે કોઈ જાણકારી મળી નથી. સ્થળ પરથી કોઈ નોટ પણ મળી ન હતી. વધુ તપાસ કરવામાં આવી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તેને બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

હાઈ કોર્ટેના મુખ્ય ન્યાયાધીશ અંજારિયાએ પરિસરમાં સુરક્ષા ચૂક અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે સુરક્ષા ઈન્ચાર્જને પૂછ્યું કે કોઈ માણસ તીક્ષ્ણ હથિયાર લઈને કેવી રીતે ઘુસી ગયો? તેમણે પોલીસને સ્થળ પરથી તારણો અને પુરાવાઓ રેકોર્ડ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

શ્રીનિવાસે સિક્યોરિટી સ્ટાફને આપેલી ફાઇલની સામગ્રી અજ્ઞાત છે, અને કોર્ટે કહ્યું કે તે દસ્તાવેજો તપાસશે નહીં કારણ કે તે નિયુક્ત એડવોકેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી.

પોલીસ હજુ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિએ શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તબીબો તેને સ્વસ્થ જાહેર કરે એ બાદ પોલીસ તેનું નિવેદન નોંધશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button