વેપાર અને વાણિજ્ય

ટીન અને નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની સતત બીજા સત્રમાં આક્રમક લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૫ અને રૂ. ૧૩ વધી આવ્યા હતા. તેમ જ ટીન અને નિકલની આગેવાની હેઠળ કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો ધીમો સુધારો આવ્યો હતો.

જોકે, આજે માત્ર ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. એક અને રૂ. ત્રણ ઘટી આવ્યા હતા અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૫ વધીને રૂ. ૨૫૫૦ અને રૂ. ૧૩ વધીને રૂ. ૧૪૪૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે અન્ય ધાતુઓનાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૫૭, રૂ. ૭૦૦ અને રૂ. ૮૦૫, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, બ્રાસ શીટ કટિંગ્સ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૬૪, રૂ. ૭૪૫, રૂ. ૫૩૫ અને રૂ. ૫૦૦ના મથાળે તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૨૧૭ના મથાળે રહ્યા હતા.

આજે નિરસ માગ અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી રહેતાં લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૮૫ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૨૧ના મથાળે રહ્યા હતા, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૭૫ના મથાળે ટકેલા રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ