લાડકી

ગયા વર્ષ કરતાં આ વર્ષે ભારતીય અબજપતિઓની સંખ્યા વધી

ફોક્સ -નિધિ ભટ્ટ

ફોર્બ્સની ૨૦૨૪ માટે વિશ્ર્વના અબજોપતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ૨૦૦ ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં ૧૬૯ ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ ૯૫૪ બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના ૬૭૫ બિલિયન ડોલર કરતાં ૪૧ ટકા વધુ છે. ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જેમની નેટવર્થ ૮૩ બિલિયન ડોલરથી વધીને ૧૧૬ બિલિયન ડોલર થઈ છે, જેનાથી તેઓ ૧૦૦ બિલિયન ડોલર ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. મુકેશ અંબાણીએ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. યાદી અનુસાર ગૌતમ અદાણી બીજા નંબરના સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિમાં ૩૬.૮ બિલિયન ડોલરનો વધારો થયો છે. તેઓ ૮૪ બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં ૧૭મા ક્રમે છે.

સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું નામ ચોથા સ્થાને છે. એક વર્ષ પહેલા તેઓ છઠ્ઠા સ્થાને હતા. તેમની કુલ સંપત્તિ ૩૩.૫ બિલિયન ડોલર છે.

આ યાદીમાં ૨૫ નવા ભારતીય અબજોપતિઓએ પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીના નામ સામેલ થયા છે, જ્યારે બાયજુના રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ યાદીમાંથી બહાર આવી ગયું છે.

આ છે ભારતના ૧૦ સૌથી અમીર લોકો
મુકેશ અંબાણી- નેટવર્થ ૧૧૬ અબજ ડોલર

ગૌતમ અદાણી- નેટવર્થ ૮૪ બિલિયન ડોલર

શિવ નાદર- નેટવર્થ ૩૬.૯ બિલિયન ડોલર

સાવિત્રી જિંદાલ- નેટવર્થ ૩૩.૫ બિલિયન

દિલીપ સંઘવી- નેટવર્થ ૨૬.૭ બિલિયન ડોલર

સાયરસ પૂનાવાલા – નેટવર્થ ૨૧.૩ બિલિયન

કુશલ પાલ સિંહ- નેટવર્થ ૨૦.૯ બિલિયન ડોલર

કુમાર બિરલા – નેટ વર્થ ૧૯.૭ બિલિયન

રાધાકિશન દામાણી- નેટ વર્થ ૧૭.૬ બિલિયન ડોલર

લક્ષ્મી મિત્તલ- નેટ વર્થ ૧૬.૪ બિલિયન ડોલર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button