સ્કારલેટ જોહન્સનની પહોંચી દિલ્હી કે શું, ફોટો વાયરલ, પણ…
નવી દિલ્હી: ‘એેવેન્જર્સ’ અને ‘બ્લેક વીડૉ’ જેવી હોલીવુડ ફિલ્મોમાં અભિનય કરીને ભારત સહિત દુનિયાભરના સિનેમાપ્રેમીઓના દિલ પર છવાઇ ગયેલી સ્કારલેટ જોહન્સનનો એક ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં સ્કારલેટ દિલ્હીમાં ટૂક-ટૂકના નામથી જાણીતી સાઇકલ રિક્ષામાં બેસેલી જોવા મળે છે.
આ ફોટો સ્કારલેટના ભારતીય ફેન્સ માટે એક સરપ્રાઇઝ સાબિત થયો અને બધા જ ફેન્સ શું સ્કારલેટ ખરેખર ભારત આવી છે અને દિલ્હીમાં ફરી રહી છે કે તેવો પ્રશ્ર્ન પૂછવા માંડ્યા. લોકોએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઇને પણ ખાતરી કરી લીધી કે શું તેણે દિલ્હીના ફોટા મૂક્યા છે કે નથી. કારણ કે જો તે ખરેખર દિલ્હીમાં આવી હોય તો તેની એક ઝલક મેળવવા માટે ત્યાં પહોંચી જવાય તેની તૈયારીમાં પણ સ્કારલેટના ડાય હાર્ડ ફેન્સ હતા.
આ પણ વાંચો : પાકિસ્તાની મહિલાઓને દીપિકા-આલિયા જેવા દેખાવાનો શોખ, ડિઝાઈનરે કર્યો ખુલાસો
જોકે, અંતે સ્કારલેટ દિલ્હીની મુલાકાતે હોવાના સમાચાર ખોટા પુરવાર થયા હતા. તો પછી ઇન્ટરનેટ પર ફરી રહેલો ફોટો કોનો છે તેની ચકાસણી શરૂ થઇ. જેને પગલે આ ફોટો ખરેખર તો જર્મન ટ્રાવેલર સેમ્ટ્ક્ઝી વેલ્ટ્રીઝનો હોવાનું જણાયું હતું. વેલ્ટ્રીઝ 2023માં જામા મસ્જિદ, લાલ કિલ્લા, અક્ષરધામ મંદિરની મુલાકાતે આવી ત્યારે તેણે આ ફોટો ક્લીક કર્યો હતો. જોકે, કોઇકે તેના એકાઉન્ટમાંથી આ ફોટો લઇને તેને મોર્ફ કરી સ્કારલેટ જોહન્સનનો ફોટો મૂકી દીધો.
એઆઇ અને અન્ય ફોટો એડિટીંગ ટૂલ્સનો દુરુપયોગ મોટા પ્રમાણે થઇ રહ્યો છે ત્યારે સ્કારલેટનો મોર્ફ ફોટો આ રીતે વાયરલ થતા તેના ચાહકો પણ નારાજ થયા હતા અને દિલ્હી ખાતેના સ્કારલેટના ફેન્સની સ્કારલેટને જોવાની ઇચ્છા પર પણ ઠંડુ પાણી ફરી ગયું હતું