આમચી મુંબઈ

નિર્ધારિત સમય બાદ વસૂલાતી ફી દંડ નથી: બોમ્બે હાઈ કોર્ટે શા માટે કરી મહત્ત્વની ટિપ્પણી

મુંબઈ: નિર્ધારિત સમય વીતી ગયા પછી ડ્રાઇવિંગ લાઈસન્સ રિન્યુ કરવા અંગે તેમ જ મોટર સાઈકલ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા માટે વસૂલ કરવામાં આવતી વધારાની ફી દંડ કે સજા લેખાવી ન શકાય તેવો ચુકાદો બોમ્બે હાઇ કોર્ટે આપ્યો છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ એક્ટ હેઠળ ઘડવામાં આવેલા નિયમો હાઇ કોર્ટની ખંડપીઠ દ્વારા મંગળવારે માન્ય રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ મતદાન વધારવા માટે ચૂંટણી પંચે હાથ ધર્યું મેગા મિશન

આ નિયમો અનુસાર ગ્રેસ પિરિયડ પછી ડ્રાઈવિંગ લાઈસન્સ રીન્યુ માટે કરવામાં આવેલી અરજી, મોટર સાયકલ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું રન્યુઅલ અને વાહન માલિકી હસ્તાંતરણ માટે ના હરકત પ્રમાણપત્ર (એનઓસી) સદર કરવામાં થયેલા વિલંબ અંગે વધારાની ફી વસૂલ કરવાનો અધિકાર છે.

આ નિયમની યોગ્યતાને પડકારતી અરજી કે સાવકાશ ઓટોરિક્ષા સંઘ અને મુંબઈ બસ માલિક સંઘટન દ્વારા કરવામાં આવી હતી. ચુકાદામાં હાઈકોર્ટે નોંધ્યું છે કે ‘સંબંધિત મામલામાં વસૂલ કરવામાં આવતી વધારાની ફી કોઈ પણ સ્વરૂપે દંડનો પ્રકાર નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button