કરિશ્માના લગ્નમાં ફિલ્મી દુનિયાના કેટલા કલાકારોએ આપી હતી હાજરી ખબર છે?

મુંબઈઃ બી ટાઉનમાં કોઈ પણ સેલિબ્રિટીઝ લગ્ન હોય કે કોઈ પણ ફંક્શન હોય તો તમામ કલાકારોનો જમાવડો ચોક્કસ જોવા મળી શકે છે. તાજેતરમાં 2003માં કરિશ્મા કપૂરના લગ્નનો એક વીડિયો અને તસવીરો વાઈરલ થઈ હતી, જેમાં થયા ત્યારે તમામ મોટાથી મોટા કલાકારે હાજરી આપીને કપૂર ખાનદાનના લગ્નમાં રંગ જમાવી દીધો હતો.
ખરેખર હાલ કરિશ્મા કપૂરના લગ્નનો વીડિયો વાયુ વેગે ઈન્ટરનેટ પર ફેલાય રહ્યો છે, જેમાં ઘણા બોલીવૂડના સ્ટાર્સ પણ હાજરી આપતા જોઈ શકાય છે. એક તરફ જ્યાં શ્રીદેવીના હાથમાં મહેંદી લગાવતી જોઈ શકાય છે, ત્યા તબ્બુ બધાને ભેટતી જોવા મળી હતી, જ્યારે કરિશ્મા કપૂરનો આ જૂનો વીડિયો જોઈ શકો છો, જેમાં ફિલ્મી દુનિયાના આઈકોનિક સ્ટાર્સને જોઈ દંગ થઈ જશો, કારણ કે આ બધા કલાકારો એક અલગ જ પ્રકારના અંદાજમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : દરેક લગ્ન જેના ગીત વિના અધૂરા છે તે 6 કરોડની ફિલ્મે 30 વર્ષ પહેલા ધૂમ મચાવી હતી
ઈન્સ્ટાગ્રામ પર editss_and_more નામના પેજથી શેર કરવામાં આવેલા કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્નનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કરિશ્મા પ્રથમ જઈને અક્ષય કુમારને ગળે મળે છે. તેની સાથે તેની પત્ની ટ્વિન્કલ ખન્ના પણ હાજર છે.

એની સાથે દિવંગત એક્ટર અને વિલનની ભૂમિકા માટે જાણિતા અમરીશ પુરી પણ તેમના લગ્નમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. ગોવિંદાનો અંદાજ પણ લોકોને પસંદ આવ્યો હતો અને તેઓ આ લગ્નમાં ભાઈજાન સલમાન ખાનને ભેટતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે લીધા ડિવોર્સ, જાણો કારણ….
આ ઉપરાંત વીડિયોમાં જૈકી શ્રોફ પણ હાજરી આપી હતી, જ્યારે તબ્બુની તો ખુશીનો પાર ન રહ્યો હતો, તેને લગ્નમાં સૌથી ખુશ અને કરિશ્માને ભેટતા જોવા મળ્યા હતા. આ સાથે જ નાની જ્હાનવી કપૂર પણ વીડિયોમાં જોઈ શકાય છે. તેની માતા એટલે કે લેજેન્ડરી એક્ટ્રેસ શ્રીદેવીના હાથમાં મહેંદી લગાવતી જોઈ શકાય છે.
સાથે જ અરબાઝ ખાન, મલાયકા અરોરા, સાહેલ ખાન, વિવેક ઓબેરોય અને શત્રુઘ્ન સિન્હા જેવા કલાકારોએ પણ હાજરી આપી હતી. જો કે 13 વર્ષ બાદ કરિશ્માના ડીવોર્સ થઈ જતા હાલ તે પોતાના બાળકો સાથે રહે છે અને તેના પતિ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે બીજા લગ્ન કરી લીધા હતા.