લોકસભા ચૂંટણીઃ મતદાન વધારવા માટે ચૂંટણી પંચે હાથ ધર્યું મેગા મિશન
નસીમ ખાનને બેઠક આપીને ભાજપને ધોબીપછાડ આપવાનો વિચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ચૂંટણી પંચ સહિતની સરકારી સંસ્થાઓ લોકોમાં મતદાન અંગે જાગરૂકતા ફેલાય તે માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુંબઈમાં પણ ઉપનગર જિલ્લાધિકારી કાર્યાલય તરફથી વિવિધ ઉપક્રમોની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપક્રમના એક ભાગ ‘સ્વીપ’ અંતર્ગત અંધેરી અને વર્સોવા મતવિસ્તારમાં મતદાનની ટકાવારી વધારવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુને વધુ મતદારો તેમની મતદાનની ફરજ બજાવે એ માટે તેમને પ્રશિક્ષણ આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવ્યું હતું. વિલેપાર્લે ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય સ્તરના અધિકારી, ક્ષેત્રીય અધિકારી, આશા સેવિકા, આંગણવાડી સેવિકા, બચત ગટની મહિલાઓ સામેલ થયા હતા.
આ પણ વાંચો : કૉંગ્રેસના મોઢા પર મુક્કો મારી boxer Vijender Singh જોડાશે ભાજપમાં…
આ તમામ અધિકારીઓ અને સામાન્ય જનતાને લોકોમાં મતદાન વિશે જાગરૂકતા કઇ રીતે ફેલાવવી તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં વધુ સંખ્યામાં મતદાન થાય એ માટે લોકોને કઇ રીતે પ્રોત્સાહિત કરવા તે પણ તેમને જણાવવામાં આવ્યું હતું.
હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં થતા મતદાનની ટકાવારી 50 ટકા છે. એટલે કે કુલ મતદાતાઓના ફક્ત પચાસ ટકા મતદાતાઓ જ મતદાનમાં ભાગ લે છે. આ ટકાવારી ઓછામાં ઓછી 50 ટકાથી વધારીને 70 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય છે. એટલે કે મતદાનની ટકાવારીમાં 20 ટકા મતદાન વધે એ માટે પ્રશાસન દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાં તહેસીલદાર, ચૂંટણી અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનના તમામ સ્તરના કર્મચારી અને અધિકારીઓનો સહભાગ મળે એના પ્રયાસ શરૂ છે.