એલટીટી-પ્રયાગરાજ ટ્રેનમાં મહિલાની સફળ ડિલિવરી, તસવીરો વાઈરલ
મુંબઈઃ ભારતીય રેલવેની લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સ્ટાફની સતર્કતાને કારણે અનેક પ્રવાસીઓનો જીવ બચાવવાના કિસ્સા જાણવા મળતા હોય છે, જેમાં તાજેતરમાં મધ્ય રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફે સમયસૂચકતાને કારણે ચાલતી ટ્રેનમાં મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી હતી. ઓનબોર્ડ ટ્રેનમાં ટિકિટચેકર અને પ્રવાસીની સતર્કતાને કારણે સમયસર પ્રસુતિ કરાવવાની ઘટના અંગે મધ્ય રેલવેએ તેના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા પછી લોકોએ તેમને વધાવી લીધા હતા.
એલટીટી-પ્રયાગરાજ દુરન્તો એક્સપ્રેસ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરનારા મહિલાને પ્રસવ પીડા ઉપડ્યા પછી ટ્રેનમાં ઓનબોર્ડ સ્ટાફને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ વર્કિંગ ટીસીને થયા પછી જરુરી વ્યવસ્થા ચાલતી ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી અને મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી.
આ પણ વાંચો : Vistara Airline માં કટોકટી યથાવત; દિલ્હીથી આટલી ફ્લાઈટ્સ રદ, આજે મહત્વની બેઠક
આ અંગે મધ્ય રેલવેએ સત્તાવાર પોતાના સોશિયલ મીડિયા એક્સ પર એક તસવીરો પણ પોસ્ટ કરી હતી, જેમાં એક મહિલા અધિકારી બાળકને હાથમાં ઊઠાવવાની સાથે પ્રસુતિ બાદ માતા આરામ કરતા નજરે પડે છે. એક્સ પરની પોસ્ટમાં રેલવેએ લખ્યું હતું કે ટિકિટચેકિંગ સ્ટાફ અને ટ્રેનમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરોની મદદથી એક મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી.
મહિલા અને બાળક બંન્ને સુરક્ષા અને સલામતી સાથે પોતાના તુરંત કામ કરવાની સતર્કતા અને સંકલનને પગલે ટિકિટ ચેકિંગ સ્ટાફમાં નંદ બિહારી મીના, આલોક શર્મા, રાજકરણ યાદવ અને ઈન્દ્રકુમાર મીના સહિત અન્ય પ્રવાસીઓ સાચે જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : “UPSCની તૈયારી સમયનો વ્યય છે…” EAC-PM સભ્ય સંજીવ સાન્યાલની ટિપ્પણી અંગે વિવાદ, જાણો શું છે મામલો
મધ્ય રેલવેના અધિકારીઓ અને સ્ટાફની આ સમયસૂચકતા અને સંકલનને પ્રવાસીઓ અને સોશિયલ મીડિયા યૂઝર્સએ પણ તેમને વધાવી લીધા હતા, કારણ કે અધિકારીઓએ ન માત્ર મહિલાની પીડા પ્રત્યે પોતાનું ધ્યાન દોર્યું પણ તેમણે તુરંત નિર્ણય લઈને સમયસર ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને બચાવી લેવામાં આવ્યા મોટી બાબત છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈ પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.