ચૂંટણી પહેલા કોંગ્રસને વધુ એક ઝટકો, બોક્સર વિજેન્દર સિંહે ભાજપમાં જોડાયા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની સત્તાધારી પાર્ટી સહિત કોંગ્રેસ તૈયારીઓ કરી છે, જેમાં વાયનાડથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભરવા સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા વિજેન્દર સિંહે કોંગ્રેસને રામરામ કર્યા હતા. ઈન્ટરનેશનલ બોક્સર વિજેન્દર સિંહ વિઘિવત રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઈને કોંગ્રેસ પાર્ટીને ચોંકાવી છે. 2019માં વિજેન્દર સિંહે દક્ષિણ દિલ્હીની સીટ પરથી લડ્યા હતા, પરંતુ સત્તાવાર રીતે આજે ભાજપમાં જોડાઈને હરિયાણા કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ વિજેન્દર સિંહને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા, જ્યારે તેનું સ્વાગત કર્યું હતું. તાવડેએ કહ્યું હતું કે વિજેન્દર સિંહ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ભાજપમાં જોડાયા છે. તેમના આવવાથી પાર્ટી વધુ મજબૂત બનશે. પદ્મશ્રી અને અર્જુન એવોર્ડસથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વિજેન્દર સિંહે કહ્યું હતું કે એક રીતે મારી ઘરવાપસી થઈ રહી છે. ભાજપમાં જોડાયાનો મને આનંદ થયો છે. દેશ-વિદેશમાં ખેલાડીઓનું માન-સન્માન વધી રહ્યું છે, જ્યારથી ભાજપની સરકારની બની છે, ત્યારથી ખેલાડીઓને પણ સરળતા મળી છે. હું પહેલાવાળો વિજેન્દર છું. ખોટાને ખોટું અને સાચાને સાચું કહીશ.
ALSO READ : કૉંગ્રેસના મોઢા પર મુક્કો મારી boxer Vijender Singh જોડાશે ભાજપમાં…
સિંહને કોંગ્રેસે 2019 લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હીની સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના રમેશ બિઘુડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિજેન્દર સિંહ બોક્સિંગમાં દેશના પહેલા ઓલિમ્પિક મેડલ જીતનાર ખેલાડી છે. 2008માં બીજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દર સિંહે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું સન્માન વધાર્યું હતું. એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અહીં એ જણાવવાનું કે વિજેન્દર સિંહ મૂળ હરિયાણા જિલ્લાના ભિવાનીના રહેવાસી છે, જે જાટ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી પશ્ચિમ યુપી અને હરિયાણાની સીટ પર ભાજપ માટે મહત્ત્વના સૂત્રધાર સાબિત થઈ શકે છે. ભાજપ હરિયાણા અને પશ્ચિમી યુપીમાં વિજેન્દર સિંહના મારફત પોતાની તાકાત મજબૂત કરી રહી છે. 2020માં પણ ખેડૂત આંદોલનને વિજેન્દરે સમર્થન આપીને ચર્ચામાં રહ્યા હતા.