કોણ છે રિષભ પંતની રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ?
દેશમાં બોલિવૂડ સિવાય લોકોને કોઇનું ઘેલું હોય તો તે છે ક્રિકેટરોનું. ક્રિકેટની દુનિયામાં ગ્લેમરની કોઈ કમી નથી. કોઈ પણ ખેલાડી ફેમસ થતા જ તેની ગ્લેમરની દુનિયા પણ શરૂ થઇ જાય છે અને પછી તો ક્રિકેટર સાથે જોડાયેલી દરેક વાત સમાચારપત્રોમાં અને દરેક મીડિયામાં હેડલાઇન્સ બનાવે છે. આપણા યુવા ક્રિકેટ સ્ટાર અને કાર અકસ્માતના લાંબા સમય બાદ સાજા થઇને આઇપીએલમાં પરત ફરેલા રિષભ પંત સાથે પણ કંઇક આવુ જ થયું છે. અગાઉ એવી વાત સંભળાતી હતી કે ઋષભ પંત અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઇલુ ઇલુ ફરમાવી રહ્યા છે. જોકે, રિષભ પંતે હંમેશા આ અફવા ફગાવી દીધી છે, પણ હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે રિષભ પંતની ગર્લ ફ્રેન્ડ પણ છે. આપણે જાણીએ ગર્લ ફ્રેન્ડ વિશે.
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત તેની વિકેટકીપિંગ અને રૂમર્ડ ગર્લ ફ્રેન્ડને કારણે હાલમાં ચર્ચામાં છે. રિષભ પંત એક છોકરીના પ્રેમમાં પાગલ છે, જેને લોકો તેની રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ કહે છે. રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ છે ઇશા નેગી. ઈશા નેગી ખૂબ જ સુંદર છે. રિષભ પંત ઈશા નેગી સાથે રિલેશનશિપમાં છે. બંનેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં બંને સાથે જોવા મળે છે.
જોકે, બંનેની રિલેશનશીપની ચર્ચા કંઇ આજની નથી. 16 જાન્યુઆરી, 2019ના રોજ, ઈશા નેગીએ તેના ઈન્સ્ટાગ્રામ પર રિષભ પંત સાથેની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર હજુ પણ બંનેના ઈન્સ્ટા એકાઉન્ટ પર છે. 30 ડિસેમ્બર, 2022 ના રોજ, ઋષભ પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. કાર અકસ્માત બાદ જ્યારે પંતે પહેલી તસવીર પોસ્ટ કરી ત્યારે ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટમાં ‘ફાઈટર’ લખ્યું હતું.
ALSO READ : ચેન્નઈને હરાવ્યા પછી હવે દિલ્હીનો કોલકાતાને પડકાર
એવી પણ માહિતી જાણવા મળી છે કે ઈશા અને ઋષભે 19 વર્ષની ઉંમરથી ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. IPL 2022 દરમિયાન ઈશા એકવાર દિલ્હી કેપિટલ્સની મેચ જોવા દિલ્હી આવી હતી અને સ્ટેન્ડ પરથી તેની તસવીરો તરત જ વાયરલ થઈ ગઈ હતી.
ઈશા નેગીના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ 17 હજારથી વધુ ફોલોઅર્સ છે. યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ સહિત ઘણા ક્રિકેટરો તેને ફોલો કરે છે. ઈશા નેગીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં પોતાને એક entrepreneur તરીકે ઓળખાવે છે. તે એક ઈન્ટીરીયર ડેકોર ડીઝાઈનીંગ કંપનીની માલિક હોવાનું પણ કહેવાય છે. ઈશા દેહરાદૂનની રહેવાસી છે. ઇશાએ દિલ્હીની એમિટી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ઓનર્સમાં બીએ કર્યું છે.