મનોરંજન

દરેક લગ્ન જેના ગીત વિના અધૂરા છે તે 6 કરોડની ફિલ્મે 30 વર્ષ પહેલા ધૂમ મચાવી હતી

લગ્નની મોસમ હોય, ઘરમા સગાઈ હોય. ઘણા નવા ગીતો, ટ્રેક પર તમને જાનૈયા કે માનૈયા નાચતા દેખાશે, પરંતુ દરેક લગ્નમાં બે ગીતો કોમન વાગશે જ. એક તો દુલ્હે કી સાલીયો ઓ રહે દુપટ્ટે વાલીઓ… અને બીજું લો ચલી મૈં અપને દેવર કી બારાત લેકે…હા, સહી પકડે હૈ. વાત છે 1994ની સુપર-ડુપર ફિલ્મ હમ આપકે હૈ કૌનની. સુરજ બડજાત્યની આ ફેમિલિ ડ્રામા આજે પણ ટીવી પર ચાલતો હોય તો લોકો અને ખાસ કરીને મહિલાઓ ચોંટીને બેસી જાય છે.

આ પણ વાંચો : Happy Birthday: વિતેલું વર્ષ ખરેખર હેપ્પી સાબિત થયું આ TV Starથી superstar બનેતા અભિનેતા માટે

સલમાન ખાન, માધુરી દિક્ષિત, મોહનીશ બહેલ, રેણુકા શહાણે, અનુપમ ખેર, રીમા લાગુ અને આલોક નાથ જેવા કલાકારો, ભારતીય દર્શકોને ગમે તેવી સ્ક્રીપ્ટ અને સુમધુર સંગીતે ફિલ્મને દાયકાની સુપરહીટ ફિલ્મ બનાવી હતી. અચરજની વાત તો એ છે કે બડજાત્યાના રાજશ્રી પ્રોડક્શને આ ફિલ્મ અગાઉ સાત-આઠ વર્ષ પહેલા બનાવી હતી, નદીયા કે પાર નામે, પણ તે આટલી લોકપ્રિય થઈ ન હતી. ત્યારબાદ એ જ વાર્તાને નવો ઓપ આપી મ્યુઝિકલ હીટ બનાવી ફરી દર્શકો સામે મૂકી અને દર્શકોએ એટલો પ્રેમ કર્યો કે રૂ. 5.75 કરોડમાં બનેલી આ ફિલ્મએ રૂ. 200 કરોડનો નફો રળ્યો અને તમામ કલાકારો અને ગીતોને અજર અમર બનાવી દીધા.

xr:d:DAGBWnaf2yw:5,j:8473946404763028102,t:24040311

આ ફિલ્મને 30 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં તે લોકોમાં હજુ પણ લોકપ્રિય છે. મોટા ઘરનામાં પૂજા નામની વહુ આવે છે અને આદર્શ ગૃહિણી તરીકે સૌના હૃદયમાં વસી જાય છે. પૂજાની બહેન નીશા બહેનને ત્યાં રહેવા આવે છે અને બહેનના દિયર પ્રેમ સાથે તેને પ્રેમ થઈ જાય છે, પરંતુ મોટી બહેન પૂજા અકસ્માતમાં મૃત્યુ પામે છે અને તેના નાનકડા દીકરાની દેખભાળ કરવા પરિવાર સાળી-જીજાને પરણાવવાનું નક્કી કરે છે. જોકે અંતમાં હિન્દી ફિલ્મોમાં થાય છે તેમ પ્રેમીઓનું મિલન થાય છે. ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ પૂજા અને રાજેશના લગ્ન છે. લગ્ન અને ત્યારબાદના રીતરિવાજ અને તેમાં નાચવાગાવાનું લોકોને એટલું ગમી ગયું કે લાંબા સમય સુધી આ ફિલ્મ દેશના તમામ થિયેટરોમાં હાઉસફૂલ જતી હતી. તે સમયે અન્ય કોઈ માધ્યમ ન હોવાથી લોકોએ બે ત્રણ ચાર વાર આ ફિલ્મ જોઈ છે. મૈનૈ પ્યાર કીયા બાદ રાજશ્રી સાથે સલમાનની આ ફિલ્મે તેની કરિયરમાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. આ ફિલ્મ બાદ ભારતમાં ભવ્ય લગ્નો મોટા પ્રમાણમાં થવા લાગ્યા તેમ પણ લોકો કહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button