મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

બોલો, 15 રુપિયાની સાડી પહેરીને અદા શર્માએ લોકોને ચોંકાવ્યા, સોશિયલ મીડિયા પર વાઈરલ

મુંબઈઃ મોટા ભાગે સ્ટાર્સ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ જ નહીં, પરંતુ મોંઘા કપડા અને જ્વેલરી માટે ચર્ચામાં રહેતા હોય છે, જોકે ‘ધ કેરલા સ્ટોરી’ની એક્ટ્રેસ અદા શર્માએ આનાથી કંઈક અલગ કરીને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સાચે જ અદા શર્માની આ સાદગીભર્યા લૂકથી લોકો જેટલા હેરાન નથી એટલા તેની સાડીની કિંમત જાણીને તમે ચોંકી જશો કે અદાએ આ સાડી કેટલા રુપિયામાં ખરીદી.

ખરેખર અદા આમ તો મીડિયાથી એટલું ઈન્ટરેક્શન કરતી નથી પણ મુંબઈમાં અદા ક્યાંક બાહર નીકળી કે અચાનક પાપારાઝીની નજરમાં આવી ગઈ હતી અને તેમણે તેના લૂકની ખૂબ ચર્ચા પણ કરી હતી. જો કે જ્યારે તેના પર પ્રશંસાના ફૂલ વરસાવાનું શરૂ કર્યું કે અદાએ તેમને પોતાની એજ નટખટ અદામાં જણાવતા કહ્યું હતું કે તેની સાડી માત્ર 15 રૂપિયાની છે. અદાએ જેવું જણાવ્યું કે આ સાડી માત્ર 15 રૂપિયાની છે ફોટોગ્રાફર પણ ચોંકી ઊઠ્યા હતા, જ્યારે એ વાતને લઈ અદા શર્મા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની હતું.

તેમને લાગ્યું હતું કે તે માત્ર રમૂજ કરી રહી છે અને પુષ્ટી કરવા પાછુ પુછ્યું તો અદાએ જણાવ્યું કે સાચે જ એ સાડી બહુ સસ્તી છે, કારણ કે આ સાડી તેણે ઘણા વર્ષો પહેલા જ ખરીદી હતી. વળી અદાના આ સાડી ખરીદવાની વાતે પણ યૂઝર્સને વિચારતા કરી મૂક્યા છે.

આમ તો અદાની વિવિધ એક્ટિવિટી સોશિયલ મીડિયા યુઝર્સને વાર-તહેવારે ચોંકાવતી રહે છે પણ આ વખતે અદાની સાડીની કિંમતે સૌને હેરાન કરી મૂક્યા છે. ત્યારે લોકો કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે પહેલા જમાનાની વાત કંઈ અલગ હતી આજની કઈ અલગ છે. જોકે અન્ય એક યૂઝરે રમૂજ કરતા લખ્યા હતું કે અરે સરોજની નગર ગઈ હશે. તો એકે તો તેને અદાની નાનીની સાડી જણાવી. તેણે લખ્યું કે અદાની નાનીનું ડ્રેસિંગ સેન્સ સારું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button