ધમાકેદાર શરૂઆતથી શરૂ થયેલી IPL 2024 સીરિઝ હાલ ખૂબ ચર્ચામાં છે. દરેક મેચમાં એવું કઈકને કઈક ખાસ જરૂર થાય છે જે આ પહેલા કદાચ ક્યારેય ન બન્યું હોય. આ સિઝનમાં (IPL 2024 Records) અત્યાર સુધીના સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) પર્ફોર્મન્સના પણ ભારે વખાણ સાંભળવાના મળી રહ્યા છે. જેને લઈને રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના (Rohit Sharma and Hardik Pandya) ચાહકો પણ અંદરો-અંદર બાખડી પડતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલ પર સૌથી નીચે ગગડી ગઈ છે (IPL 2024 point table). તેવામાં RCB અને મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ વચ્ચે ભારે ગરમા-ગરમી જોવા મળી રહી છે.
દરેક સિઝનમાં RCB ખુબ જ ચર્ચામાં રહે છે. ઘણી મહેનત કરવા છતાં પણ આજ દિન સુધી એક પણ IPL ટ્રોફી પોતાના નામે કરી શકી નથી. જો કે આ IPL સીરિઝમાં એવું પણ લાગી રહ્યું છે કે ટિમ પ્લેઓફ માંથી જ બહાર નીકળી જશે. તેવાં MIના ચાહકો પણ પોતાની ટિમને સૌથી નીચે જોઈને હતાશ થઈ રહ્યા છે. તેઓ ટેન્શનમાં છે કે હવે કઈ રીતે ટિમ આમાંથી ઉપર આવશે?
RCB અને MIની આવી દયનીય હાલતને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. બંને ટિમની હાલત દર્શાવવા માટે ફિલ્મ થ્રી ઈડિયટ્સના એક સીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કોલેજના રિસલ્ટમાં પોતાના મિત્ર રેંચોનું રિઝલ્ટ જોવા માટે નીચેથી ઉપર નામ જોવે છે. માત્ર આ જ નહીં MI અને RCBને લઈને બીજા ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
મીમ્સ વાયરલ થવાની વચ્ચે MI ના ચાહકો હાર્દિક પંડ્યાને લાઈને પણ ઘણા નારાજ છે. દરેક મેચમાં ગ્રાઉન્ડ પર પંડ્યાને ટ્રોલ કરવામાં આવે છે. કારણે કે MIએ રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવતા ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાર્દિક આ પહેલા GT (ગુજરાત ટાઈટન્સ)ની કેપ્ટન્સી કરી રહ્યો હતો.