ઇન્ટરનેશનલ

‘મારી પત્નીને ઝેર આપવામાં આવ્યું હતું…’ પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનનો દાવો

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન (PM Modi) અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતાએ ઇમરાન ખાન(Imran Khan)એ તોશાખાના ભ્રષ્ટાચાર કેસની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો હતો. ઇમરાન ખાને સુનાવણી જણાવ્યું કે તેમની પત્ની બુશરા બીબી(Bushra Bibi), જેને તેના ખાનગી નિવાસસ્થાનમાં નજરકેદ કરવામાં આવી છે, તેને ઝેર આપવામાં આવ્યું હતું. જો તેને કોઈ નુકસાન થશે તો આર્મી ચીફ જવાબદાર રહેશે.

190 મિલિયન પાઉન્ડના કથિત તોશાખાના ભ્રષ્ટાચાર કેસના આરોપી ઇમરાન ખાન અદિયાલા જેલમાં છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે દાવો કર્યો કે બુશરાને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના શરીર પર ઈજાના નિશાન છે. મને ખબર છે કે આના પાછળ કોનો હાથ છે. શૌકત ખાનુમ હોસ્પિટલના ડો. આસિમ દ્વારા બુશરાની મેડિકલ તપાસ કરાવવામાં આવે, મને અને પાર્ટીને અગાઉ તેમની તપાસ કરનાર ડૉક્ટર પર વિશ્વાસ નથી.

ઈમરાન ખાને કહ્યું કે જો બુશરાને કોઈ નુકસાન થાય તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને જવાબદાર ઠેરવવા જોઈએ કારણ કે ઈસ્લામાબાદનું તેમના બાની ગાલા નિવાસસ્થાન અને રાવલપિંડીની અદિયાલા જેલ ગુપ્તચર એજન્સીના નિયંત્રણ હેઠળ છે.

ઈમરાન ખાનની અપીલ બાદ કોર્ટે બુશરાની મેડિકલ તપાસ અંગે વિગતવાર રીપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બુશરાએ કહ્યું કે ભોજનમાં ટોયલેટ ક્લીનરનાં ટીપાં નાખવામાં આવ્યા હતા. મારી આંખો સોજી ગઈ છે, મને છાતી અને પેટમાં દુખાવો થઇ રહ્યો છે અને ભોજન અને પાણીનો સ્વાદ પણ કડવો થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button