ઇન્ટરનેશનલ

મજા દરિમયાન મોતનું તાંડવ: ઇસ્તંબુલની નાઇટક્લબમાં આગ લાગતા 29નાં મૃત્યુ

ઇસ્તંબુલ: તુર્કીની આર્થિક રાજધાની ગણાતા ઇસ્તંબુલમાં આજે 16 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 29 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. શરૂઆતમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 15 હતો, પરંતુ આ ઘટનામાં ઘાયલ થયેલા અનેક લોકો પછીથી મૃત્યુ પામતા આંકડો વધીને 29 સુધી પહોંચી ગયો હતો. આગ આ ઇમારતમાં આવેલી એક નાઇટ ક્લબમાં લાગી હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ઉપરાંત અનેક જણ આ દુર્ઘટનામાં ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : દેશની નદીઓ સુકાઈ રહી છે! ગંગા સહિત અનેક નદીઓમાં અડધાથી પણ ઓછું જળસ્તર

ગેરેટેપના ગવર્નર દોવુત ગુલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બેસિકતાસ જિલ્લાના ગેરેટેપમાં લાગેલી આગમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 29 થઇ ગઇ છે.

સ્થાનિક સમય અનુસાર બપોરે 12 વાગીને 47 મીનિટે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. કલાકોની મહેનત બાદ ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો : Gagan Shakti-2024: આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ફાઈટર પ્લેન ઉતરશે, આ તારીખ સુધી હાઈ વે બંધ

આગ લાગવાની ઘટનાના વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર વાયરલ થયા હતા, જેમાં આગની મોટી લપટો અને ધૂમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ દૃશ્યો પરથી આગ કેટલી ભયાનક હશે તેનો અંદાજો લગાવી શકાતો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર પહેલા અને બીજા માળા ઉપર થઇ રહેલા ક્ધસ્ટ્રક્શન દરમિયાન આગ લાગી હતી. આ ઘટના માટે જવાબદાર હોવાની શંકાએ અત્યાર સુધી પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button