મનોરંજન

કેટી પેરી એવોર્ડ સમારોહમાં બ્લેક ફિશનેટ ડ્રેસમાં પહોંચતા દંગ રહી ગયા લોકો

લોસ એન્જલસ: હોલીવુડ સ્ટાર-અમેરિકન સિંગર સોંગ રાઇટર કેટી પેરીના ગીતોની તો આખી દુનિયા કાયલ છે જ, પણ સાથે સાથે તેના આકર્ષક દેખાવ, સ્ટાઇલ સ્ટેટમેન્ટ, ડ્રેસિંગ સેન્સ પણ લોકોનું મન મોહી લે છે. હાલ લોસ એન્જલસમાં યોજવામાં આવેલા આઇહાર્ટ રેડિયો મ્યુઝિક એવોર્ડ્સમાં 39 વર્ષીય કેટી પેરીએ પોતાના કિલર ડ્રેસથી લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા, જ્યારે તેની તસવીરો પણ જોરદાર વાઈરલ થઈ હતી.

કેટી પેરીએ એવોર્ડ સમારંભ દરમિયાન બ્લેક ફિશનેટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ હોટ દેખાતી હતી અને એવોર્ડ સમારંભમાં બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેટી પેરીના ચાહકો જ નહીં, ત્યાં હાજર અન્ય સેલિબ્રિટીઝ પણ કેટીના ડ્રેસના વખાણ કરતા પોતાને રોકી શક્યા નહોતા.

બ્લેક ફિશનેટ ડ્રેસની બંને બાજુ રેડ વેલ્વેટ બૉઝ હતા. બ્લેક લૉન્જરેની ઉપર પહેરેલા તેના આ ડ્રેસની ચર્ચા ફક્ત એવોર્ડ સમારંભમાં જ નહીં, પરંતુ ઇન્ટરનેટ પર પણ થઇ રહી છે. બ્લેક ડ્રેસમાં ફોટોગ્રાફ તસવીરો વાઈરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.

અત્યાર સુધી કાર્પેટ ઉપર કેટી પેરીએ પહેરેલો આ સૌથી ડેરીંગ ડ્રેસ હોવાનું કહેવાઇ રહ્યું છે. ફક્ત એટલું જ નહીં, એ ડ્રેસની સાથે કેટીએ કાળા કલરના સન ગ્લાસિસ પણ પહેર્યા હતા અને તેની સાથે જ પોતાનો કાર્પેટ લૂક કમ્પ્લીટ કર્યો હતો.


લોકો તો એવું પણ કહી રહ્યા છે કે કેટીએ કાર્પેટ ઉપર આ પ્રકારનો હટકે ડ્રેસ પહેરીને એક નવો જ ટ્રેન્ડ ચાલુ કર્યો છે અને ભવિષ્યમાં આ જ પ્રકારના ડ્રેસમાં નવા અખતરાં કરીને લોકો એવોર્ડ ફંક્શન્સમાં આવતા જોવા મળશે તેવી ચર્ચા પણ થઇ રહી છે.

આમ પણ કેટી પેરીની ફેશનની નકલ તેના લાખો કરોડો ચાહકો કરતા જ હોય છે. તો ભવિષ્યમાં કાર્પેટ ઉપર આ પ્રકારના ડ્રેસ વધુ જોવા મળે તો નવાઇ નહીં. કેટી પેરી પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સક્રિય રહે છે, જ્યારે તેના 207 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button