કેટલી વાર પ્લાસ્ટિક સર્જરી કરાવીઃ અભિનેત્રી મેગન ફોક્સે શું જવાબ આપ્યો જાણો?
ન્યૂ યોર્કઃ હૉલીવુડની જાણીતી સ્ટાર મેગન ફોક્સની તસવીર પર લોકો તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહીને ટ્રોલ કરે છે. દુનિયાની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીની યાદીમાં સામેલ અમેરિકન અભિનેત્રી મેગન ફોક્સે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કે નહીં એ બાબતનો કરીને સૌને ચોંકાવી દીધા છે, જ્યારે લોકોએ ટ્રોલ કરવાની તક છોડી નોહીત
એક પોડકાસ્ટ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન મેગન ફોક્સે તેની સર્જરી બાબતેની દરેક વિગત શેર લોકોને જણાવી હતી. મેં 21-22 વર્ષની ઉંમરે બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. મેં બાળકોને બ્રેસ્ટફિડિંગ કરાવીને બીજી વખત પણ આ સર્જરી કરાવી હતી. મારી બોડીમાં વધુ ફેટ નહીં હોવાથી મને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ પણ કરાવવું પડ્યું હતું, એમ મેગને જણાવ્યું હતું.
આમ છતાં મેં ક્યારેય ફેસ લિફ્ટ, મિડ લિફ્ટ કે લેટરલ બ્રો લિફ્ટ ક્યારેય નથી કરાવી. હું માત્ર રેગ્યુલર આઈ-બ્રો લિફ્ટ કરી શકું છું પણ મને તેની ઈચ્છા નથી. મે થ્રેડિંગ પણ ક્યારેય નથી કરાવી. મને લાગ્યું કે તેનાથી કોઈ ફાયદો થતો નથી અને હું ફેશિયલ જેવી નોર્મલ બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવીશ તો તેનાથી મને ખૂબ મુશ્કેલી આવશે. હું પહેલાથી ખૂબ જ પાતળી છું તેમ છતાં મેં ફેટ રિમુવલ કે લિપોસક્શન સર્જરી નથી કરાવી, એવું મેગન ફોક્સે કહ્યું હતું.
મેગન ફોક્સે તેની દરેક સર્જરી બાબતે જણાવ્યું હતું તેમ છતાં લોકો તેને ટ્રોલ કરશે એવો પણ ખુલાસો તેણે કર્યો હતો. મેગને કહ્યું હતું કે તેને બુટોક્સ કે ફિલર્સ કરાવવામાં કોઈ પણ વાંધો હતો. દુનિયાની અનેક ટોચની ફેશન અને ગ્લેમર મેગેઝિન પર પોતાની અદાથી મેગને લોકોએ દિવાના બનાવ્યા છે.
‘ટ્રાન્સફોર્મન્સ’ જેવી અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીએ અનેક ફિલ્મોમાં અનેક જુદા જુદા રોલ પ્લે કર્યા હતા. આ ઉપરાંત, મેગન ફોક્સ Johnny & Clyde અને Expend4bles જોવા મળી હતી, જ્યારે આગામી દિવસોમાં તે ‘Subservience’ આ ફિલ્મમાં જોવા મળશે.