આપણું ગુજરાત

રૂપાલાના વિરોધમાં ભાવનગરમાં યોજાયું ક્ષત્રિય સંમેલન, પરિણામ ભોગવવાની ભાજપને ચીમકી

પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ શરૂ થયેલો વિવાદ દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે ભાવનગરના ગરાસિયા ખાતે ક્ષત્રિય સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, ભાવનગર ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં રાજપૂત સમાજ દ્વારા સંમેલન યોજ્યા બાદ રેલી યોજવામાં આવી હતી.

ભાવનગરમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં અસ્મિતાબા પરમાર નામના મહિલાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ‘રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય તો હું રૂપાલાના ઘરની સામે બળીને ભષ્મ થઈ જઈશ.’ અસ્મિતાબા પરમારે કહ્યું હતું કે, સમાજની દીકરી વિષે રૂપાલા બોલ્યા એ મારાથી સહન નથી થતું. બહેનો માટે નીકળી ગઈ છું. ગામડે ગામડે મીટીંગમાં જાવ છું. ઘરે કહીને આવી છું કે મારી વાટ ન જોતા. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો બળીને ભષ્મ થઈ જઈશ રૂપાલાના ઘરની સામે હું. બાકી ઘરે તો હું નથી જવાની. બે છોકરા અને ઘર મૂકીને આવી છું 6 દિવસથી બહાર છું. ભાઈઓને કહેવાનું છે કે, આપણે પાછીપાની નથી કરવાની.”

આ પણ વાંચો : રૂપાલા મામલે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ

ગુજરાત ભાજપના એક સમયના દિગ્ગજ નેતા, ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ ભાવનગરમાં મળેલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે, રૂપાલા સાથે મારે 25 વર્ષ જૂની મિત્રતા છે. તેમના દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કરવામાં આવ્યું તેનાથી મને દુઃખદ આશ્ચર્ય થયું છે. આપણી આન, બાન,શાન સમાન માતૃશક્તિ અંગે જે ટીપ્પણી કરી તે આપણા હ્રદયમાં સોંસરવી ઉતરી ગઈ છે. જેના કારણે રોષ પેદા થયો છે.

ક્ષત્રિય સંમેલનને સંબોધતા રાજેન્દ્રસિંહ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ પરાપૂર્વથી દેશની પરંપરા, ઈતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે. આજે છે અને આવનારા ટાઈમમાં રહેવાનો છે. આપણે ઈશ્વરદત મળેલી જવાબદારી છે. સમાજ આજે જે આંદોલનના માર્ગે છે. સંકલન સમિતિ આખી પરિસ્થિતિની આંકલન કરી જે નિર્ણય લેશે તે આપણે બધાને મંજૂર રહેશે. સુખદ પરિણામ સૌને મળે.

આ પણ વાંચો : રૂપાલા મુદ્દે ભાજપના ક્ષત્રિય નેતાઓ મેદાનમાં: આવતીકાલે મહત્વની બેઠક

ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાએ કરેલી ટીપ્પણી બાદ જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો રૂપાલાને રાજકોટ બેઠક પરથી દૂર કરવામાં નહીં આવે તો 26 બેઠકો પર અસર થશે અને આવનારા સમયમાં ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે. ​​​​

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત