આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રૂપાલા મામલે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ

રાજકોટ: ધીરે ધીરે પ્રસરતું જતું ક્ષત્રિય વિરોધનું વાતાવરણ ગુજરાતના સીમાડા વટાવી અને કદાચ દેશભરમાં ફેલાય તેવી શક્યતા હાલ રાજકીય વિશેષગ્યો જોઈ રહ્યા છે.

રોજબરોજના ક્ષત્રિય સમાજના જુદા જુદા સંગઠનોના જુદા જુદા શહેર અને ગામ ઉપરાંત ગામડા સુધી ફેલાઈ રહેલા વિરોધ પ્રદર્શનને ખાળવા માટે એડી ચોટીનું જોર લગાવતા ભાજપ ને અત્યાર સુધીમાં ક્યારેય ન પડી હોય તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સમગ્ર ક્ષત્રિય સમાજની એક સુરે માંગ છે કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કેન્સલ કરી અને અન્ય કોઈ ને આપવામાં આવે. આવા સંજોગોમાં અમુક શક્યતાઓ જોવાઈ રહી છે તે મુજબ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ ગુજરાત માંથી નહીં પરંતુ ઉચ્ચ સ્તરે એટલે કે કેન્દ્રીય માંધાતાઓએ ફાળવેલી ટિકિટ છે. એટલે કેન્સલ થાય તો નાક કપાય તેવી પરિસ્થિતિ છે.

આ પણ વાંચો : રૂપાલા મુદ્દે ભાજપના ક્ષત્રિય નેતાઓ મેદાનમાં: આવતીકાલે મહત્વની બેઠક

પુરષોત્તમ રૂપાલા ની ટિકિટ કપાય તો કાર્યકર્તાઓમાં નૈતિક બળ ઘટે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કપાય તો દેશભરમાં ખોટો સંદેશ જશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કપાય તો પટેલ સમાજ નારાજ થાય જે ક્ષત્રિય સમાજ કરતા મોટો વર્ગ ધરાવે છે.તેની પણ આશંકા વર્તાઈ રહી છે.

આ પણ વાંચો : રૂપાલાને બફાટ ભારે પડ્યો, વિરોધનો વંટોળ પહોંચ્યો અમદાવાદ, ક્ષત્રિય સમાજની વિશાળ રેલી

ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય આગેવાનોની પરિસ્થિતિ હાલ કફોડી થતી જાય છે.કારણ કે ક્ષત્રિય સમાજ સાથે પણ રહેવું જરૂરી છે તેવું અંદરખાને તેઓ માને છે તેવું વિશ્વાસની આ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

બીજેપીના એક વર્તુળનું એવું માનવું છે કે અત્યાર સુધી કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં ન હતી.પરંતુ ક્ષત્રિય મામલો ગરમાયા પછી તેમનું મૌન ધીમે ધીમે મતદારોમાં કોંગ્રેસનું સ્થાન મજબૂત કરી રહ્યું છે.

આ પણ વાંચો : ક્ષત્રિય સમાજનો હુંકાર ‘ભાજપ રૂપાલાને બચાવવા જીદ કરેશે તો…’ અહી તો ઘરે ઘરે લાગ્યા પોસ્ટર

આંદોલન લાંબુ ચાલે તો ક્ષત્રિય લોકોમાં ભાજપ માટે કાયમી કડવાશ રહી જાય તેવી પણ શક્યતાઓ છે એટલે ઉકેલ આવ્યા પછી પણ બીજેપી ને સંપૂર્ણ મતદાન ન કરે તેવું પણ બને.

ભારતીય જનતા પક્ષમાં ભારતીય જનતા પક્ષના જ જૂથો સક્રિય છે જો ટિકિટ કેન્સલ કરવામાં આવે તો વિરોધી જૂથ વધુ મજબૂત થશે.અંદરો અંદરનું વૈમનસ્ય વધે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.
આ વખતની ચૂંટણી અકળ રહેશે અને પરિણામો પણ અકળ રહે તેવું બની શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button