મનોરંજન

કાન કે નીચે એક દૂં કહીને સંજય મિશ્રાએ પિત્તો ગુમાવ્યો, ટ્વિટ વાઈરલ

મુંબઈ: બૉલીવુડની અનેક સુપરહીટ કૉમેડી ફિલ્મોમાં સાઈડ કેરેક્ટરનો રોલ પ્લે કરી લોકોને હસાવવાની સાથે તેમને ઈમોશનલ કરીને આંખોમાંથી આંસુ નીકળે તેવા અભિનય કરનાર જાણીતા અભિનેતા સંજય મિશ્રાની નેચરલ અને દેસી અંદાજ લોકોને ફિલ્મોમાં જોવો ખૂબ જ ગમે છે. સોશિયલ મીડિયા પર પણ સંજય મિશ્રા રમુજી મિજાજ સાથે લોકો સાથે વાત કરે છે. જોકે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંજય મિશ્રાએ દેસી અંદાજમાં એક ચાહકને ખખડાવ્યો હતો.

હંમેશાં મજાક-મસ્તીના મૂડમાં રહેલા સંજય મિશ્રાની નવી ટ્વીટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક ફેને સંજય મિશ્રાની ફિલ્મ ‘આંખો દેખી’ના એવા અંદાજમાં વખાણ કર્યા કે સંજય મિશ્રાને પણ તે સમજાયું નહીં. આ ચાહકે લખ્યું કે ‘આજે પણ ‘આંખો દેખે’ જોઉં તો જોઈ શકું છું કે આ ફિલ્મ અને તેના પાત્રો પર 1 ટકા પણ કામ થયું નથી.’ ફેનની આવી અટપટી ટિપ્પણી જોઈને સંજય મિશ્રા પણ વિચારમાં પડી ગયા હતા. જોકે આ ચાહકને લખવું હતું કે ‘આજે પણ હું સંજય મિશ્રાની ફિલ્મ ‘આંખો દેખી’ જોઉં છું તો સમજાય છે કે આ ફિલ્મ અને તેના પાત્રોના મજાકમાં એક ટકો પણ ઓછો થયો નથી.

આ પણ વાંચો : આર્યન ખાન કઈ વિદેશી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, ખબર છે?

ચાહકની આ ટ્વીટ પર સંજય મિશ્રાએ રિ-ટ્વીટ કરીને કહ્યું કે આ ‘અરે શું લખ્યું છે…ફરી વાંચ…અને તમે બધા પણ વાંચો ઓપન લેટર છે. મારુ મન છે કે તારા બાપ્પાની જેમ એક કાનની નીચે દઉં.’, આવી મજાકની ભાષામાં સંજય મિશ્રાએ ફેનને ખખડાવ્યો હતો. સંજય મિશ્રાની આ ટ્વીટ પર લોકો અનેક કમેન્ટ કરી રહ્યા છે.

સંજય મિશ્રાની ‘આંખો દેખી’ ફિલ્મ એક કોમેડી-ડ્રામા ફિલ્મ હતી, જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ સાથે સંજય મિશ્રાએ ‘ભૂલ ભૂલૈયા 2’, ‘ગોલમાલ’ જેવી અનેક હીટ કોમેડી ફિલ્મોમાં પોતાના અંદાજથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું.

https://twitter.com/imsanjaimishra/status/1774800210713268593?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1774800210713268593%7Ctwgr%5E12c8d87ab7ea1d98d550d4343e547c1c044897f8%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fbollywood%2Fsanjay-mishra-scolded-fan-on-twitter-know-what-fan-did-wrong-5356392

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button