હત્યાની શંકા વ્યક્ત કરાયા બાદ બાળકનો દફનાવાયેલો મૃતદેહ બહાર કઢાયો
જાલના: જાલના જિલ્લામાં 11 વર્ષના બાળકનું મૃત્યુ થતાં તેને દફનાવવામાં આવ્યો હતો, પણ બાળકની તેના પિતાએ હત્યા કરી હોવાની માતાએ શંકા વ્યક્ત કર્યા બાદ મંગળવારે તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
બાળકની ઓળખ અરિયાન ભાટસોડે તરીકે થઇ હોઇ તે જાલનાના માલેગાંવ ગામમાં 30 માર્ચે તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: શોકિંગઃ મેક્સિકોમાં મેયરપદના ઉમેદવારની હત્યા, પ્રચાર વખતે ફાયરિંગ
ઇન્સ્પેક્ટર સુરેશ ઉનવાનેએ કહ્યું હતું કે અરિયાનની માતા સિંદુબાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં અરિયાનના મૃત્યુમાં તેનો પતિ રાવસાહેબ ભાતસોડે સંડોવાયેલો હોવાનો આક્ષેપ કર્યો હતો અને દફનવિધિ ઉતાવળે કરાઇ હોવાનું જણાવ્યું હતું.
સિંદુબાઇ અને તેના પતિ વચ્ચે વિવાદ થયા બાદ તે પતિને છોડી બુલઢાણા જિલ્લામાં રહેવા લાગી હતી. પિતા રાવસાહેબ તાજેતરમાં અરિયાનને માલેગાંવ ખાતે લાવ્યો હતો.
આ પણ વાંચો: IPL મેચમાં રોહિતના વિકેટ પર ખુશ થતાં વૃદ્ધની હત્યા, બે આરોપીની ધરપકડ
30 માર્ચે સિંદુબાઇને જાણ કરવામાં આવી હતી કે તેના પુત્રને અકસ્માત નડ્યો છે. તે માલેગાંવ પહોંચી ત્યારે બાળકનો મૃતદેહ તેણે જોયો હતો. તેના શરીર પર અમુક નિશાન હતા.પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વિના ઉતાવળે દફનવિધિ કરી દીધી હતી.
વધુ તપાસ માટે બાળકના મૃતદેહને બહાર કાઢવા સ્થાનિક અદાલતની પરવાનગી લેવામાં આવી હતી અને બાળકના પિતાને પૂછપરછ માટે તાબામાં લેવાયો હતો.
(પીટીઆઇ)