આપણું ગુજરાત

કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાતમાં 5 દિવસ પછી તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી

રાજ્યમાં માર્ચના મહિનના અંતિમ દિવસોથી જ કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ભીષણ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે, એટલે કે 40 ડિગ્રીએ તાપમાન પહોંચવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન યથાવત્ રહેશે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીનો અનુભવ ઓછા પ્રમાણમાં થશે. જોકે, એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે. ઉલ્લેખનીય છે કે 7 મેના રોજ ગુજરાતમાં મતદાનના દિવસે તાપમાનનો પારો હાઈ જશે. તાપમાન 40 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમા તાપમાનનો પારો સામાન્યથી એક ડિગ્રી વધુ રહી શકે છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી તાપમાન ઓછું રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધે તેવી શક્યતા છે. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શક્યતા સેવાઈ રહી છે. પરંતુ ગત માર્ચ મહિનાની જેમ એપ્રિલ મહિનાના અંતમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે તેવી શક્યતા છે.

આપણ વાંચો: ગરમીની શરૂઆત સાથે જ માથું ઊંચકતા રોગો

હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં સુર્યદેવ અગનવર્ષા કરે તેવી શક્યતા છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ સંભાવના છે. તાપમાનનો પારો પણ સતત 40 ડિગ્રીથી વધારે રહેવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં વરસાદની શક્યતા પર ખૂબ ઓછા પ્રમાણમાં છે તથા જો વરસાદ રહેશે તો ફક્ત એકથી બે જિલ્લાઓમાં સામાન્ય હળવો વરસાદ રહી શકે છે. આવનારા મે મહિનામાં ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે 7 મેના રોજ પણ એટલે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીની શક્યતા છે. તેની આગાહી હવામાન વિભાગે અગાઉથી જ કરી દીધી છે.

હાલમાં રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. ત્યારબાદ એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. હાલમાં અરબ સાગર તરફથી આવતા પવનોને કારણે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે છે, તેને કારણે તાપમાનમાં વધારો થઈ શકતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ