નેશનલ

મહિલા વકીલના પોસ્ટમોર્ટમમાં ખુલ્યું મોતનું રહસ્ય

સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ રેણુ સિંહાના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રેણુ સિંહાના મૃત્યુ બાદ તપાસ માટે આવેલી પોલીસે જ્યારે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપી નીતિન જ્યાં સુધી પકડાયો ન હતો ત્યાં સુધી તે ઘરની બહાર નીકળ્યો જ ન હતો.

સુપ્રીમ કોર્ટની મહિલા વકીલ રેણુ સિંહાના મૃત્યુ કેસમાં આરોપી પતિ નોઈડા પોલીસની કસ્ટડીમાં છે. તે જ સમયે પોલીસે રેણુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો, જેનો પ્રાથમિક અહેવાલ આવી ગયો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં રેણુ સિંહાના મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રેણુના ચહેરા અને ગરદન પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા.


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ ચા પીતા સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. રેણુ સિંહા લડાઈ દરમિયાન પડી ગઈ હતી, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રાથમિક છે. પોલીસ હજુ વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસે કહ્યું કે હજુ સુધી ફોરેન્સિક રિપોર્ટ આવ્યો નથી.


પોલીસે જ્યારે ઘટના સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે મૃતકનો પતિ અને આરોપી નીતિન સિંહા હત્યાના સમયથી જ્યાં સુધી તે પકડાયો ન હતો ત્યાં સુધી તે ઘરની બહાર નીકળ્યો ન હતો. પોલીસ નીતિનના કોલ રેકોર્ડિંગની પણ તપાસ કરી રહી છે. રેણુની બહેનના કહેવા પ્રમાણે તેને બે દિવસ પછી આ ઘટનાની જાણ થઇ હતી. તે તેની બહેનને સતત ફોન કરી હી હતી, પણ તે ઉપાડતી નહોતી. તેથઈ કંઇક અમંગળ બન્યાની શંકામાં તેણે પોલીસમાં ફોન કર્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો તોડી ઘરમાં દાખલ થઇ હતી. ઘરની તલાશી દરમિયાન બાથરૂમમાંથી રેણુની લાશ મળી આવી હતી. બાથરૂમમાં ચારેબાજુ લોહી ફેલાયેલું હતું. ઘરમાં કામ કરતી નોકરાણીએ પોલીસને જણાવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે સારા સંબંધો નહોતા. બંને વચ્ચે ઘણી વાર ઝઘડા થતા હતા.


એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતદેહ જોઇને એમ લાગતું હતું કે બે-ત્રણ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હોય. જોકે, રેણુના મૃત્યુની જાણ થતા જ તેનો પતિ સ્ટોર રૂમમાં સંતાઇ ગયો હતો.


રેણુના મૃત્યુ સંબંધમાં મિલકત વિવાદ પણ સામે આવી રહ્યો છે, જેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button