આમચી મુંબઈ

ડિલીવરી બોયે ગ્રાહકને ફૂડની સાથે આ વસ્તુ પણ ઓફર કરી

મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ

મુંબઈઃ આજકાલ જમાનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ડિજિટલી આગળ વધવાનો છે અને એમાં પણ ઓનલાઈન ડિલીવરી ફૂડ તો સૌથી લોકપ્રિય સર્વિસ બની ચૂકી છે. પરંતુ હાલમાં એક ટ્વીટર પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને આવું થવાનું કારણ એવું છે કે ઓનલાઈન ફૂડ ડિલીવરી કરનારા ડિલીવરી બોયે ગ્રાહકને ફૂડ ડિલીવરીની સાથે સાથે તમને સિગારેટ કે ગાંજા એવું પણ કંઈક જોઈએ છે કે? એવો સવાલ પૂછ્યો હતો.

ગ્રાહક ફૂડ ડિલીવરી બોયના આ સવાલથી ચોંકી ઉઠ્યો હતો અને તેણે આ બાબતે ટ્વીટ કર્યું હતું. મુંબઈ પોલીસે તરત જ આ ટ્વીટનો ઉત્તર પણ આપ્યો હતો. આ ઘટના રાતના અઢી વાગ્યે બની હતી. ગ્રાહકે ઓનલાઈન સાઈટ પરથી ફૂડ ઓર્ડર કર્યું હતું. સામેથી ફોન આવ્યો કે તમને ફૂડ સિવાય સિગારેટ કે ગાંજા કે એવું કંઈ જોઈએ છે કે?


રાતે અઢી વાગ્યે જે રીતે મુંબઈ પોલીસે ટ્વીટ કરીને આ બાબતે એક્શન લીધું એના બધા વખાણ કરી રહ્યા છે. રાતના સમયે અઢી વાગ્યે પોલીસે ટ્વીટ કર્યું કે મેડમ તેની પાસે જે છે તે અમને જોઈએ છે. અમે એ ડિલીવરી બોય સુધી પહોંચવા માંગીએ છીએ. એની વર્તણૂંક બિલકુલ યોગ્ય નછી. જેમ બને તેમ જલદી અમારો સંપર્ક સાધો. અમે એના સુધી દસ મીનિટમાં પહોંચી જઈશું.


મુંબઈ પોલીસે જવાબ આપતા એ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી, પણ ત્યાં સુધીમાં તો એ પોસ્ટ તૂફાન વાઈરલ થઈ ગઈ ગહતી. મુંબઈ પોલીસે જે રીતે ત્વરિત જવાબ આપ્યો એ કારણસર મુંબઈ પોલીસના વખાણ થઈ રહ્યા છે. બીજી બાજું નાગરિકો પણ નાગરિકોએ આવી પોસ્ટ કરતાં પહેલાં વિચારવું જોઈએ એવી પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે. મુંબઈ પોલીસ એ અમારું અભિમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button