અવળા રસ્તે લઈ જશો તો ભડકે બળશે: શંકરસિંહ વાઘેલાનો હુંકાર
રાજકોટ નાં ભાજપનાં કાર્યાલય ને તાળા લાગશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન અને ત્યારબાદ સળંગ ત્રણ વાર માફી મમાગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં માં ફાટી નીકળેલો રોષ શાંત પાડવાના બદલે વઘુ ઉગ્ર બની રહ્યો છે. સૌરાષ્ટ્ર થી અમદાવાદ સુધી ફેલાયેલી રોષની આગને ઠારવાની ભાજપ ની કવાયત પર પુર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પ્રહાર કરતા કહયું હતું કે આ કોઇ વ્યકિતગત કે રાજકીય મુદ્દો નથી પણ સમાજ વિશેની ભાજપ ની માનસિકતા નો મુદ્દો છે. રાજકોટ નાં ઉમેદવારને બદલો એવી માંગણી સ્વીકારવામાં કેમ આવતી નથી. જૉ અવળા રસ્તે લઈ જશો તો ભડકે બળશે. રોષની ચિનગારી માટે ભાજપ જ જવાબદાર હશે.
આ પણ વાંચો : પુરુષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોનો રોષ યથાવત, આ શહેરોમાં લાગ્યા “રૂપાલા હટાવો”ના બેનર
ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં વાઘેલા જણાવ્યુ હતુ કે રાજકોટ માં ભાજપના ઉમેદવારે કરેલાં નિવેદન બાદ ભાજપ નાં મોવડી મંડળ દ્વારા તેમને રાજકોટ માંથી હટાવવામાં આટલો વિલંબ શુ કામ થઈ રહ્યો છે. આ ભાજપ માટે પણ સારી બાબત નથી. ક્ષત્રિય સમાજનો મહિલાઓ વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગણી રજૂ કરી રહી છે એમની સામે પોલીસ ફરિયાદ થાય અને ધરપકડ થાય ત્યારે સમાજ માં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડશે એ સ્વાભાવિક છે.
આ પણ વાંચો : Parshottam Rupala: વિવાદ કેમ ઉકેલવો?BJPની મહામંથન બેઠક, ક્ષત્રિયો આકરા પાણીએ
ભાજપ મોવડી મંડળે આ વિવાદ ને થાળે પાડવા રાજકોટ નાં ઉમેદવાર ને તત્કાળ બદલવા જોઈએ. ક્ષત્રિય સમાજ ની આ માંગણી એ ભાજપ કે કોંગ્રેસ નો મુદ્દો નથી. તેમજ પટેલ કે ક્ષત્રિય સમાજ નો મુદ્દો નથી. સમગ્ર મહિલાઓ નાં સન્માન નો મુદ્દો છે. હજુ પણ સમય છે. રોષ ની અગથી ભડકે બળે એ પહેલાં નિવારણ થવું જોઈએ.
આ પણ વાંચો : Purushottam Rupalaની એકિઝટ? આ નેતાને મળશે ટિકિટ?
સમાજના રોષ એટલી હદે જશે કે રાજકોટ નાં ભાજપ નાં કાર્યાલય ને તાળા વાગશે, ભાજપ વાળા રજવાડાનાં સમાજ ની બહેન દીકરીઓ સુધી પહોચી જાય એ કેટલે અંશે વાજબી છે. રાજકોટ નાં ઉમેદવાર જે બોલ્યા એમાં ભાજપ નાં મોવડી મંડળ ની સંમતિ હોય એવું લાગી રહ્યું છે. ઍવુ વાઘેલાએ જણાવ્યું હતું.