આપણું ગુજરાત

જ્ઞાતિ જાતિનાં સમીકરણો પ્રમાણે બધું ગોઠવાઈ ગયું છે, રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓની પસંદગી પુર્ણ

રાજકોટ મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થતાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ગત 1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ જયંતિભાઈ કવાડિયા, આધશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ દ્વારા કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જે બાદ પ્રદેશના નેતાઓ દ્વારા એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જે યાદીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી. ત્યારે હવે આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મેયર તરીકે નયનાબેન પેઢડીયા, ડે.મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈમીન ઠાકર તથા દંડક તરીકે મનિષ રાડિયા ઉપરાંત ૧૨ સભ્યો સ્ટેન્ડિંગ કમિટીના અને દરેક સમિતીના પાંચ સભ્યોની નિમણુક કરવામાં આવી છે.


મુંબઈ સમાચાર એ અગાઉ પણ પદાધિકારીઓની પસંદગી બાબતે રાજકીય ગણિત સાથે અહેવાલ પ્રદર્શિત કર્યો હતો તે મુજબ જ ગોઠવણી થઈ અને જ્ઞાતિ જાતિને ધ્યાનમાં રાખી ઉપરાંત આવનારા લોકસભાના ઇલેક્શન ના ગણિતને નજરમાં રાખી અને તમામ પદની વહેંચણી થઈ ચૂકી છે મુંબઈ સમાચાર એ અગાઉ નામ જોગ અહેવાલ આપ્યો જ છે તે ગણિત સાચું પડ્યું છે.

જે ઉમેદવારોની પસંદગી નથી થઈ તેમના ચહેરા પર માયુષી સ્પષ્ટ દેખાઈ રહી હતી.આવનારા સમયમાં તે કેવો રંગ પકડશે તે જોવું રહ્યું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત